GSTV
Home » News » ગુજરાતમાં ભાજપના નેતાઓ બેફામ : બળાત્કાર, ખંડણી અને પેપર લીકમાં સામેલ, આબરૂની ધૂળધાણી

ગુજરાતમાં ભાજપના નેતાઓ બેફામ : બળાત્કાર, ખંડણી અને પેપર લીકમાં સામેલ, આબરૂની ધૂળધાણી

જસદણની પેટાચૂંટણી પહેલા જ એલઆરડી પરીક્ષા રદ્દ થતાં એકાએક બેરોજગારીના મુદ્દાને હવા મળી છે. પેપરકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી આવતા ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓની ખોટા કામોમાં સંડોવણી વધી ગઇ છે. અથવા તો ખોટા માણસોને પાર્ટીમાં લેવાના કારણે પક્ષની પ્રતિષ્ઠા ખરડાય એવા કૃત્યો બહાર આવી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં બહાર પડેલા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની યાદી સતત લાંબી થઇ રહી છે.

છેલ્લા એક વર્ષમાં સમગ્ર ગુજરાતને હચમચાવનારી એક પછી એક ગુનાહિત ઘટનાઓની હારમાળા સર્જાઇ છે. પરંતુ આ ગુનાઓ અને તેના તમામ આરોપીઓમાં એક વાત કોમન છે. એ છે ભારતીય જનતા પાર્ટી…

પેપરલીક કોભાંડમાં પણ ભાજપી નેતાઓ

નલિયાકાંડ હોય કે બિટકોઇન તોડપાણી પ્રકરણ. મહિલાઓ પર બળાત્કારનો મામલો હોય કે પછી ધાકધમકી કે ખંડણીનો, તમામ કેસમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણી સામે આવી છે. એક પછી એક એમ સંખ્યાબંધ કેસમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા ભાજપની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. જેની ગંભીર નોંધ દિલ્હી હાઈકમાન્ડે પણ લીધી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ એલઆરડીની પરીક્ષાનું પેપર લીક થયું છે. જેમાં ભાજપના જ નેતાઓ મનહર પટેલ, મુકેશ ચૌધરી અને જયેન્દ્ર રાવલની ધરપકડ કરાઇ છે.

બળાત્કાર અને બ્લેકમેઇલિંગનો આક્ષેપ

બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે નડિયાદની વિધવા મહિલાએ બળાત્કાર અને બ્લેકમેઈલનો આક્ષેપ કરીને દિલ્હીમાં ફરિયાદ નોંધાવી હતી. તો ભાજપના જ અન્ય એક પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કાર અને બ્લેકમેઈલનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણોમાં ભાજપના ઘણા નેતાઓ સામેલ છે. પોલીસે આ કેસમાં બચાવની ભૂમિકા ભજવી હોવાના પણ લોકો આક્ષેપો કરી રહ્યાં છે. બળાત્કાર અને બ્લેકમેઇલિંગ જેવા કેસોમાં ભાજપના નેતાઓના નામનો પર્દાફાશ થયો છે.

વિનયશાહ પ્રકરણમાં પિતા-પુત્રના રોલની આશંકા

ગુજરાતભરના રોકાણકારો સાથે છેતરપિંડી આચરી 260 કરોડનું ફૂલેકું ફેરવનારા વિનય શાહના કેસમાં પણ ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂત અને તેના પુત્ર સ્વપ્નીલ રાજપૂતની કથિત સંડોવણી સામે આવી છે. છેતરપિંડીના કેસમાં તોડ કરવાના આક્ષેપ થતાં બંને પિતા-પુત્ર શંકાના ઘેરામાં છે. આ કેસમાં ઘણા સામાન્ય માણસોના પૈસા ડૂબી ગયા છે. આ કેસમાં પિતા-પુત્રની ભૂમિકા શંકાસ્પદ છે. ભાજપના નેતાઓ બેફામ બનીને ગુનાઓ આચરી રહ્યાં છે કારણ કે તેમના આકાઓ પ્રેસર લાવી કેસની તપાસમાં ખલેલ પહોચાડશે તેવી તેમને આજે પણ આશા છે.

બીટકોઈન અને ખંડણીમાં પણ તેઓ સામેલ

હિપોલીનના પૂર્વ ડાયરેકટર વિવેક શાહને ધમકી આપીને ખંડણી માંગવાના બનાવમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શક ઠાકર તથા રાહુલ સોનીનું નામ પણ સામે આવ્યું હતું. તો રાજ્યમાં ચકચાર મચાવનાર બિટકોઈન તોડપાણી પ્રકરણમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા જેલની હવા ખાઇ રહ્યા છે. તો બહુચર્ચિત નલિયા ગેંગરેપ કેસમાં પણ પોલીસે સ્થાનિક ભાજપના કેટલાક આગેવાનોની ધરપકડ કરી હતી. ભાજપ યુવા મોરચાઓના નેતાઓ સામે મહિલાઓ સંબંધિત આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.

સરકારી નોકરીના ભરતી કૌભાંડમાં બ.કાં.ના મોટા નેતા સામેલ

પેપર લીક કાંડમાં ભાજપના અન્ય આગેવાનોની સંડોવણી સામે આવે તેવી શકયતા છે પરંતુ સરકારી નોકરીના ભરતી કૌભાંડમાં બનાસકાંઠાના મોટા નેતા સામેલ હોવાની ચર્ચા છે. 2012થી 2017 સુધીમાં બનાસકાંઠામાંથી 400 જેટલા ચૌધરી ઉમેદવારોની ભરતીમાં ભાજપના મોટા નેતાનો હાથ છે તેવી બનાસકાંઠામાં છાપ છે. આમ ભાજપના નેતાઓની સંખ્યાબંધ કૌભાંડોમાં સંડોવણી સામે આવતા ભાજપની આબરૂ ધૂળધાણી થઇ છે. જેને સુધારવા માટે ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં 65થી 67 ટકા રહેશે મતદાન, સૌરાષ્ટ્રમાં મતદાનના આંક આંચકો આપશે

Mayur

જૂનાગઢ: ભાજપનાં કાર્યકર પાસેથી દારૂ અને 30 લાખની રોકડ રકમ ઝડપાઈ?

Alpesh karena

ગુજરાતનાં આ ગામમાં સરકારને ભ્રષ્ટાચાર નડી ગયો! 300 લોકોએ મતદાન ન કરવા મન બનાવી લીધુ

Alpesh karena