GSTV
Home » News » ભાજપમાં કોકડું ગુંચવાયું, 25 મુરતિયા નક્કી કરવા ગુજરાત ભાજપનાં નેતાઓનાં દિલ્હીમાં ધામા

ભાજપમાં કોકડું ગુંચવાયું, 25 મુરતિયા નક્કી કરવા ગુજરાત ભાજપનાં નેતાઓનાં દિલ્હીમાં ધામા

gujarat lok sabha election

ગઇ કાલે ભાજપે પોતાનાં લોકસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતની VVIP ગણાતી ગાંધીનગર સીટનાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપની પરંપરા મુજબ આ સીટ પર પક્ષનાં શીર્ષસ્થ નેતા અમિત શાહ ચૂંટણી લડશે. 26 પૈકીની એક બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે રાજ્યની અન્ય 25 બેઠકો માટે કોકડું ગુંચવાયું છે.

દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ રહી છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકમાં બીજા તબક્કાના ઉમેદવારોના નામોની યાદી ફાઈનલ થશે. ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે ત્યારે ગુજરાતના ઉમેદવારોની પણ ચર્ચા થઈ શકે છે. જે બાદ ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

ગુજરાતની 26 માંથી એક બેઠક પર ભાજપના ઉમેદવારના નામની જાહેરાત થઈ ચુકી છે અને હવે બાકીની 25 બેઠકોના ઉમેદવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદેશ ભાજપ  પ્રમુખ જીતુ વાઘાણીએ ચર્ચા કરીને ભાજપનાં બાકીના રપ ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપ્યો હતો. નીરિક્ષકોએ બનાવેલી પેનલ અને તેના રિપોર્ટને આધારે ચર્ચા થઈ હતી. ભાજપ ચૂંટણી સમિતી આ નામોની ચર્ચા કર્યા બાદ જાહેરાત કરી શકે છે.

READ ALSO  

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi