GSTV
Home » News » બધા મોદી ચોર’ બોલીને ફસાયા રાહુલ ગાંધી, બિહારમાં સુશીલ મોદીએ કર્યો માનહાનિનો કેસ

બધા મોદી ચોર’ બોલીને ફસાયા રાહુલ ગાંધી, બિહારમાં સુશીલ મોદીએ કર્યો માનહાનિનો કેસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બધા મોદી ચોર છેનું નિવેદન આપતા ખૂબ મોટી મુસીબતમાં ફસાયા છે. બીજેપીએ રાહુલના આ નિવેદન પર હુમલો કર્યો છે. ત્યાં બિહારમાં બીજેપના વરિષ્ઠ નેતા અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ હવે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના નિવેદનને લઈને રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

તમામ મોદી ચોર છે ના નિવેદન પર સુશીલ મોદીએ માનહાનીનો કેસ દાખલ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીના આ રીતના ભાષણના કારણે મોદી ટાઈટલ ધરાવતી વ્યક્તિને ચોર બતાવ્યો છે. જેનાથી સમાજમાં તેમની છબિ ખરડાઈ છે. સુશીલ મોદીએ એ પણ કહ્યું છે કે, આ અપરાધિક કૃત્ય છે. જેની સજા કોર્ટ દ્રારા રાહુલ ગાંધીને જરૂર મળી શકે છે.

જનસભામાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આખરે તમામ ચોરોનું નામ મોદી કેમ હોઈ શકે. આ સમયે રાહુલે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનું ઉદાહરણ આપી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું હતું કે, તમામ ચોરોના ઉપનામ મોદી શા માટે છે ?

તો બીજી તરફ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ રોજ પોતાની હદો પાર કરી રહી છે. જેના નામમાં મોદી લાગ્યું હોય તે ચોર છે. આ રાજનીતિનું કેવું સ્તર છે ? તેમણે એક પૂરા સમાજને ચોર બોલી દીધો છે. એ પણ માત્ર તાળીઓ પડાવવા માટે. પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે, આ તમારા ચોકીદારને નીચો દેખાડવાની માનસિકતા છે. પીએમે વધુમાં કહ્યું કે, આ સલ્તનતની માનસિકતા છે. જેમાં દરેક શોષિત વંચિત સમાજને ઓછી નજરથી જોવામાં આવે છે તથા પોતાનો ગુલામ સમજવામાં આવે છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં પણ દાદાની ધૂમ, શોએબે કહ્યું- ભારતીય ક્રિકેટને આ માણસે બદલી

NIsha Patel

સેલેરી જોઇને નહી બેન્કો આના આધારે પાસ કરે છે લોન, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!