GSTV
Home » News » મહિલા પત્રકારના પુસ્તક વિમોચન મુદ્દે અરૂણ જેટલી પર સુબ્રમણ્યન સ્વામીના વાક પ્રહાર

મહિલા પત્રકારના પુસ્તક વિમોચન મુદ્દે અરૂણ જેટલી પર સુબ્રમણ્યન સ્વામીના વાક પ્રહાર

રાજ્યસભાના સાંસદ અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યન સ્વામીએ ફરીથી પોતાના આંતરિક વિરોધી કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલી પર પ્રહાર કર્યા છે. એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલા એક આર્ટીકલ પર સ્વામીએ ટ્વિટ કર્યુ કે, અરૂણ જેટલીએ તે મહિલા પત્રકારની બુકનું વિમોચન કર્યુ જે નરેન્દ્ર મોદીનું મૃત્યુ ઈચ્છતા હતા. સ્વામીએ ટ્વિટ કર્યુ, ‘અરૂણ જેટલીએ એવી વ્યક્તિની બુકનું વિમોચન કર્યુ જે નરેન્દ્ર મોદીની મોતની આશંકાને લઈને ખૂબ જ ઉત્તેજિત હતી.’

અંગ્રેજી વેબસાઈટની સ્ટોરી મુજબ, કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ 28 એપ્રિલ 2017ના રોજ એનડીટીવીની મહિલા પત્રકાર સુનેત્રા ચૌધરીના પુસ્તકનું વિમોચન કર્યું હતું. નાણાં મંત્રાલયના સત્તાવાર ટ્વિટરના માધ્યમથી પણ આ ટ્વિટ કરવામાં આવ્યું હતું. વેબસાઈટ અનુસાર, આ પુસ્તકનું નાણાં મંત્રાલય સાથે કોઈ લેવાદેવા નથી. આ પુસ્તકનું નામ ‘બિહાઈંડ બાર’ છે.આ પુસ્તકમાં જેલમાં સમય ગુજારનારા પ્રખ્યાત હસ્તિઓનું વર્ણન છે.

એનડીટીવીની પત્રકાર સુનેત્રા ચૌધરીએ એક વખત નરેન્દ્ર મોદી પર ટ્વિટ કર્યું હતું. જે ઘણા વિવાદોમાં રહ્યું હતું. 30 ઓક્ટોબર 2009ના રોજ આ ટ્વિટ કરાયું હતું. જેમાં તેમણે લખ્યુ હતું, ‘નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લુ થયો છે-મને ખબર નથી, પરંતુ આ સમાચાર ખરેખર ઉત્તેજના આપી રહ્યાં છે.’ અહીં મહત્વનું છે કે, વર્ષ 2009માં ભારતમાં સ્વાઈન ફ્લુએ હાહાકાર મચાવ્યો હતો. સ્વાઈન ફ્લુના ગંભીર પ્રકોપથી તે વખતે દેશમાં 1000 લોકો મોતને ભેટ્યા હતા. વેબસાઈટ મુજબ, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસેથી સ્વદેશ આવ્યા હતા અને તે વખતે તેમને સ્વાઈન ફ્લુ થયો હતો, 30 ઓક્ટોબર 2009ના રોજ ગુજરાત સરકારે આવી જાહેરાત કરી હતી. સુનેત્રા ચૌધરીએ આ ટ્વિટ અંગે કોઈ સ્પષ્ટતા પણ આપી નથી અને આ ટ્વિટ પણ હટાવ્યુ પણ નથી. આ ટ્વિટ આજે પણ તેમના એકાઉન્ટ પર છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજ્યસભાના સાંસદ સ્વામીએ જેટલી પર કેટલીય વખત શાબ્દિક પ્રહાર કર્યા છે. બંને વચ્ચે શીતયુદ્ધ જેવી સ્થિતિ રહીં છે. જેટલી દ્વારા લેવાયેલા નિર્ણયોની સ્વામી નિંદા કરી ચૂક્યા છે. ઉપરાંત તેઓ જેટલીથી વધુ શ્રેષ્ઠ નાણાં વિશેષજ્ઞ હોવાનું જણાવી ચૂક્યા છે.

Related posts

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત : 21 ઓક્ટોબરે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!