ભાજપનાં નેતાએ મહિલા સાથે બાંધ્યા આડા સંબંધો: ઘરમાં વિવાદ વધ્યો તો પતાવી દીધી, દૃશ્યમ ફિલ્મએ કરી મદદ

જ્યારે ઇન્દોર પોલીસે બે વર્ષ પહેલાંનાં હત્યા કેસને શોધી કાઢ્યો ત્યારે બધાને આઘાત લાગ્યો. સ્થાનિક ભાજપના નેતા અને તેમના પુત્રો તેમજ મિત્રે અજય દેવગણની પ્રખ્યાત ફિલ્મ ‘ દૃશ્યમ’ જોઈને મહિલાની હત્યા કરવાનો પ્લાન કર્યો અને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. આ કેસમાં પોલીસે ભાજપના નેતા અને ત્રણ પુત્રો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

હત્યાકાંડનો ખુલાસો કરતાં ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું હતું કે 22 વર્ષીય ટ્વિંકલ ડાગરે કે જે બાંણગંગાનાં નિવાસી હતા એમની હત્યાના કેસમાં 65 વર્ષીય ભાજપના નેતા જગદીશ કરોતિયા ઉર્ફે કલ્લુ પહેલવાન, તેમના ત્રણ પુત્રો અજય, વિજય અને વિનય અને તેમના ભાગીદાર નિલેશ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે.

ડીઆઇજી અનુસાર પહેલેથી જ વિવાહીત જગદીશે ટ્વિંકલ નામની એક મહિલા સાથે આડા સંબંધો બાંધ્યા હતા. ટ્વિંકલ ભાજપના નેતા સાથે તેમના ઘરમાં રહેવા માગતી હતી, જેને લઈને ભાજપના નેતાના પરિવારમાં વારે વારે વિવાદ થતો હતો. રોજિંદા યુદ્ધથી કંટાળીને ભાજપના નેતા જગદીશે અને તેમના પુત્રોએ ટ્વિંકલની હત્યા કરવાનો પ્લાન કરીને 16 ઑક્ટોબર 2016ના રોજ યુવતીને ગળે દોરડાથી ટૂપો દઈ દીધો. પછી તેના શરીરને બાળી નાખ્યું. જે જગ્યાએ મહિલાનું શરીર સળગાવી દેવામાં આવ્યું હતું, ત્યાંથી પોલીસે મહિલાની બંગડી અને બ્રેસલેટ કબજે કર્યા છે.

ડીઆઇજીએ જણાવ્યું હતું કે, ” અમને ખબર પડી છે કે આરોપીએ હત્યાકાંડનો પ્લાન કર્યો એ દરમિયાન દૃશ્યમ ફિલ્મ જોઈ હતી. પછી આ ઘટનાને રિયલમાં ઉતારી હતી અને મહિલાને પતાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter