GSTV
Gujarat Government Advertisement

‘કૅફે કૉફી ડે’ના માલિક અને પૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા

Last Updated on July 30, 2019 by


પૂર્વ વિદેશ પ્રધાન એસએમ કૃષ્ણાના જમાઈ અને સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ લાપતા થયા. સિદ્ધાર્થ 29મી જુલાઈએ મંગલુર જઈ રહ્યા હતા. ત્યારે તેઓ રસ્તા વચ્ચે કારમાંથી ઉતરીને ફરી રહ્યા હતા. જે દરમ્યાન સિદ્ધાર્થ લાપતા થયા. સિદ્ધાર્થનો ફોન સ્વિચઓફ આવે છે.

સમગ્ર ઘટના બાદ કર્ણાટકના સીએમ બીએસ યેદુરપ્પાએ પણ એસએમ કૃષ્ણાના નિવાસ સ્થાને તેમની સાથે મુલાકાત કરી છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સીસીડી પર સાત હજાર કરોડનું દેવું છે. સિદ્ધાર્થે કંપનીના સીઈઓ સાથે 56 સેંકન્ડ વાત કરી હતી. અને કંપનીનું ધ્યાન રાખવા જણાવ્યુ હતુ.

સિદ્ઘાર્થ સીઈઓ સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેઓ નારાજ હતા. સીઈઓ સાથે કરેલી વાતચીત બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, એસએમ કૃષ્ણા પાંચ દશક સુધી કોંગ્રેસમાં રહ્યા. તેઓ કોંગ્રેસની સરકારમાં વિદેશ પ્રધાન પણ બન્યા. કર્ણાટકની રાજનીતિમાં તેમનો હમેશા દબદબો રહ્યો છે. જોકે, 2017માં કોંગ્રેસથી નારાજ થતા તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!