ગુજરાતના પૂર્વ મંત્રી તેમજ થરાદથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને ચૂંટણી જીત્યા પહેલા જ સત્તાનો નશો ચડ્યો છે. આજે શંકર ચૌધરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દબંગાઇથી કહે છે કે, “ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે તો કહેજો થરાદથી આવું છું, શંકરભાઈને ત્યાંથી આવું છું. એટલે પેલો સેલ્યુટ મારીને કહેશે સારુ જવાદો… ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે…”

ભાજપ નેતા શંકર ચૌધરીનો આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે ગર્ભિત ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે કાર્યકર્તા કે પ્રજાને કોઈ રંજડવાનો પ્રયાસ કરશે તો એ દુશ્મનાવટ મારી સાથે કરી છે એમ સમજજો. તમામને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. કેટલાક લોકો થરાદમાં દાદાગીરીની ભાષાથી વાત કરે છે. કાર્યકર્તાઓને ફોન કરીને ધમકાવે છે તમે કેમ શંકર ચૌધરીના સ્ટેટસ ચડાવો છો તમે કેમ મિટિંગમાં જાવ છો. તમે કાર્યકર્તાઓને એકલા સમજીને ધમકી આપો છો, પણ મારા કાર્યકર્તાઓ એકલા નથી હું તેમની સાથે છું.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય