GSTV
Home » News » દીદીની દબંગાઈ : શાહ, યોગી બાદ શાહનવાઝ અને શિવરાજને ન મળી સભાની મંજૂરી

દીદીની દબંગાઈ : શાહ, યોગી બાદ શાહનવાઝ અને શિવરાજને ન મળી સભાની મંજૂરી

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ ભારતનાં રાજકારણનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. સીબીઆઈ વિવાદ મામલે મોદી સરકારને પડકાર ફેંકતા મમતા બેનરજી ભાજપ નેતાઓનાં ચૂંટણી પ્રચારમાં રોક લગાવી રહ્યા છે. પહેલા અમિત શાહની રેલીની મંજૂરી રદ્દ કરી ત્યારબાદ યોગીને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન મળી. આ શ્રેણીમાં વધુ બે નામ ઉમેરાયા છે. ભાજપનાં નેતા શાહનવાઝ હુશેન તેમજ મધ્ય પ્રદેશનાં પૂર્વ સીએમ અને ભાજપ ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણને મમતા સરકારે રેલી કરતો રોક્યા છે. ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુશેનને રેલી કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

ભાજપ નેતાઓની એન્ટ્રી મામલે લો એન્ડ ઓર્ડર ની સ્થિતી સામે રાખીને સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા ભાજપ નેતાઓ પર પાબંદી લગાવી રહ્યું છે. પહેલા અમિત શાહ પછી યોગી આદિત્યનાથ ત્યારબાદ શાહનવાઝ હુશેન અને શિવરાજસિંહને રેલી કરતા રોક્યા છે.

ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુશેનને પાછા ફરવું પડે તેવી સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. બંગાળનાં મુર્શિદાબાદમાં શાહનવાઝ હુશેનની રેલી હતી. પરંતુ તેમને રેલી કરવાની મંજૂરી મળી નથી. વાત ત્યાં સુધા પહોંચી કે શાહનવાઝ હુશેન રેલી સ્થળ સુધી પહોંચી ગયા હતા.તેમ છતાં તેમને વિલા મોઢે પરત ફરવું પડ્યું. ત્યારબાદ શાહનવાઝ હુશેન પોતાનાં સમર્થકો સાથે જિલ્લા પ્રશાસન પાસે રજુઆત કરવા માટે પહોંચ્યા હતાં.

બીજી તરફ યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુરૂલિયા અને બાંકુરામાં બે રેલી કરવાનાં હતાં. જો કે યોગીને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી. જો કે ત્યારબાદ યોગીએ રોડ માર્ગે બાય કાર જવાનું નક્કી કર્યુ. જો કે હવે યોગી આદિત્યનાથ ઝારખંડનાં બાકુરા સુધી હેલિકોપ્ટરમાં જશે, અને ત્યાંથી રોડ માર્ગે સરહદી ક્ષેત્ર પુરલિયા પહોંચશે.જ્યાં તેઓ રેલીને સંબોધન કરશે.

આ પહેલા 3 ફેબ્રુઆરીનાં રોજ પણ યોગી આદિત્યનાથની રેલી થવાની હતી. પરંતુ હેલિકોપ્ટર લેન્ડ કરવાની પરમિશન ન મળી. જેથી તેમણે ટેલિફોનીક માધ્યમ થી રેલીને સંબોધન કર્યુ હતું.

MPનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહને NO ENTRY

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મમતા સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છે કે તમામ રાજકિય પક્ષોને પોતાનાં વિચારો જનતા સમક્ષ મુકી શકે છે. મમતા બેનરજીને કઈ વાતનો ડર સતાવે છે. બહેરામપુરમાં આવતીકાલે મારી પણ એક રેલી છે.પરંતુ મને જાણવા મળ્યું છે કે મારી રેલી અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે મંજૂરી મળી નથી.

શું કહે છે મમતા બેનરજી

મંગળવારે સીબીઆઈ વિવાદમાં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ કોલકાતાનાં ધરણા સ્થળેથી મિડીયા સાથે વાતચીત કરતા મમતા બેનરજીને રેલી મંજૂરી મામલે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમિત શાહ બિમાર છે.તેમને સ્વાઈન ફ્લૂ થયો છે.તેઓ સ્વાઇન ફ્લૂ લઈને બંગાળ આવી રહ્યા છે.તેમ છતાં તેમને રેલી કરવાની મંજૂરી આપવામાં આવી. મમતા બેનરજીએ કહ્યું કે સ્વાઇન ફ્લૂ ચેપી બિમારી છે. તાજેતરમાં જ તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા હતાં. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તેમણે બંગાળમાં રેલી કરી હતી.

મહત્વનું છે કે બંગાળ પ્રશાસન રેલી કરવા માટે તલપાપડ થતા ભાજપ નેતાઓને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપતું નથી. જો કે આ તમામ નેતાઓ અન્ય માધ્યમોથી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ અહિ રેલી કરી ચુક્યા છે. પરતું શાહનવાઝ હુશેનની રેલીને મંજૂરી મળી નથી. જેનાથી ગિન્નાયેલા શાહનવાઝ હુશેને એક વિડીયો શેર કરીને ગુસ્સો ઠાલવ્યો છે.

READ ALSO

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!