ભાજપના રાજ્યસભાના સાંસદ આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટીના આઇટી સેલ પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે “જો તેમના સમર્થકો ભડકે તો તે તેના માટે જવાબદાર રહેશે નહીં.” ભાજપના સાંસદો સોશિયલ મીડિયા અને મોટાભાગના મુદ્દાઓ પર ખૂબ સક્રિય રહેવા હોય છે. તેઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમના વિચારો રાખે છે. સ્વામી વિરોધ પક્ષો અને તેના પોતાના પક્ષ ભાજપની સરકારની પણ ટીકા કરવાનું ચૂકતા નથી. જોકે, આ વખતે તેઓ ભાજપના આઈટી સેલથી નારાજ થયા છે. સ્વામીએ ભાજપના આઇટી સેલ સાથે સંકળાયેલા કેટલાક લોકો પર તેમના પર ‘વ્યક્તિગત હુમલો’ કરવાનો આરોપ લગાવ્યો છે.

પોતાના એક ટ્વીટમાં સ્વામીએ લખ્યું છે કે, ‘ભાજપનો આઇટી સેલ બદમાશ થઈ ગયો છે. તેના કેટલાક સભ્યો નકલી આઈડી પર ટ્વિટ કરીને મારા પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે. જો મારા નારાજ સમર્થકો ગુસ્સે થઈ ગયા અને પ્રતિક્રિયામાં વ્યક્તિગત હુમલાઓ શરૂ કરી દીધા તો હું તેના માટે જવાબદાર નહીં હોઉ. જે રીતે ભાજપને તેના દુષ્ટ આઇટી સેલ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. “
READ ALSO
- કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા
- શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે
- Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ