GSTV
Home » News » ઝારખંડમાં ભાજપ ભરાઈ, સિનિયર નેતાએ સીએમ સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત

ઝારખંડમાં ભાજપ ભરાઈ, સિનિયર નેતાએ સીએમ સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 72 ઉમેદવારોની યાદીમાં પોતાનું નામ નહીં જોઇને નારાજ થયેલા ભાજપના સિ સિનિયર નેતા સરયૂ રાયે રાજ્યના મુખ્ય પ્રધાન રઘુવીર દાસ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરીને સન્નાટો ફેલાવી દીધો હતો. અગાઉ ઝારખંડ સરકારમાં અન્ન અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રહી ચૂકેલા સરયૂ રાય 2014માં જમશેદપુર પશ્ચિમની બેઠક પર વિજેતા થયા હતા.

રવિવારે પક્ષની નેતાગીરી સામે બળવો પોકારતાં તેમણે એવી જાહેરાત કરી હતી કે હું જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મુખ્ય પ્રધાન રઘુવીર દાસ સામે ચૂંટણી લડીશ. તેમની આ જાહેરાતથી ઝારખંડ ભાજપમાં સન્નાટો ફેલાઇ ગયો હતો. સરયૂ દાસ ભાજપના સિનિયર અને લોકપ્રિય નેતા છે. એમને લાગે છે કે એમને ગંદી રાજખટપટનો શિકાર બનાવવામાં આવ્યા છે. રાયે રવિવારે પ્રધાનપદેથી અને વિધાનસભ્યપદેથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!