GSTV

ભૂમિપૂજનની ખુશીમાં સંબિત પાત્રાએ બનાવ્યુ ભગવાન શ્રીરામનું સ્કેચ, લોકોએ કહ્યું “તમે રામ નહીં પણ પરશુરામ બનાવ્યા છે!”

સમગ્ર દેશમાં આજે અયોધ્યામાં ભૂમિપૂજન અને ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણ પર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રવક્તા સતત સોશિયલ મીડિયા પર ખુશીઓ વ્યક્ત કરતા જણાયા છે. ભાજપના પ્રવક્તા અને નેતા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કરીને રામ મંદિર પર દેશવાસીઓને શુભકામના આપી છે. તેમણે લખ્યુ હતું કે, આજે આપણા તમામ માટે ભાવુક ક્ષણ છે. શ્રીરામ અયોધ્યામાં પધાર્યા છે.આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આજે ભૂમિપૂજન કર્યુ છે. ભગવાન શ્રીરામને યાદ કરતા અને મોદીજીને આભાર વ્યક્ત કરતા પ્રભૂનું એક ચિત્ર બનાવ્યુ છે.

બીજા ટ્વીટમાં પાત્રાએ ભગવાન રામનો એક સ્કેચ શેર કરતા લખ્યુ હતું કે, મેં આ પેન્સિલ સ્કેચ ગૂગલ ઈમેજ પર જઈને ચિત્ર જોઈને બનાવ્યુ છે. આ સાથે તેમણે શ્લોક પણ લખ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

આ ફોટા પર લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. જો કે, એક યુઝર્સ ઉપેન્દ્ર સિંહ બઘેલે લખ્યુ હતુંકે, આપે રામ નહીં, પણ પરશુરામ બનાવી દીધા છે.

READ ALSO

Related posts

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!