GSTV
Home » News » ભાજપના નેતાની જીભ લપસી, કહ્યું-અમિત શાહનું સપનુ ભાજપમુક્ત ભારત!

ભાજપના નેતાની જીભ લપસી, કહ્યું-અમિત શાહનું સપનુ ભાજપમુક્ત ભારત!

ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાની પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના નેતા અર્જૂન લાલ મીણાની જીભ લપસી હતી. તેઓ કોંગ્રેસ મુક્ત બારત બોલવાના બદલે ભાજપ મુકત ભારત બોલી બેઠા હતા.

મીણાએ મીડિયાને કહ્યું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ દેશને ભાજપમુક્ત બનાવવા ઇચ્છે છે. જો કે, તેમની આ ટિપ્પણી બાદ તેમની પાસે ઉબેલા પ્રદેશાધ્યક્ષ રામકિશોર મીણા સહિત હાજર લોકો આશ્વર્યચકિત થઇ ગયા હતા. જો કે, તેમને ખબર પડી કે તેઓ ખોટુ બોલ્યા છે ત્યારે તેઓ ક્ષોભીલા પડી ગયા હતા અને તેમણે પોતાની વાતને સંભાળતા તરત કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી. જો કે, તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, કેટલાક દિવસો પહેલા પણ સાંસદ મીણાએ મોદી સરકારની સિદ્વિઓ બતાવવા માટે બોલાવેલી પત્રકાર પરિષદમાં 500-500ની નોટ વેચવાને લઇને ચર્ચામાં રહ્યાં હતા.

Related posts

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!