GSTV
Home » News » મહારાષ્ટ્રમાં ભાજપને પડશે બીજો મોટો ફટકો, ફડણવીસથી નારાજ આ નેતા છોડી શકે છે ભાજપ

મહારાષ્ટ્રમાં ભાજપને પડશે બીજો મોટો ફટકો, ફડણવીસથી નારાજ આ નેતા છોડી શકે છે ભાજપ

મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. આજે ફરી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભાજપના કદાવર નેતા ગોપીનાથ મુંડેની દીકરી અને પ્રમોદ મહાજનની ભાણી પંકજા મુંડે ફરી એકવાર ભાજપનો સાથે છોડે તેવી હલચલ શરૂ થઈ છે. પંકજાએ 12 ડિસેમ્બરે સમર્થકોને ગોપીનાથના ગઢ માનવામાં આવતા બીડ પહોંચવાની અપીલ કરી છે. 12 ડિસેમ્બરે પંકજાના પિતા સ્વર્ગસ્થ ગોપનાથ મુંડેનો જન્મદિવસ છે. જે દિવસે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. ભાજપમાં બદલાઈ રહેલા રાજકારણ સમયે શિવસેનાના સંજય રાઉતે પંકજા શિવસેનાના સંપર્કમાં હોવાનું જણાવી ભાજપને ટેન્શમાં મૂક્યું છે. જોકે, ભાજપના પ્રવક્તાએ આ બાબતને રદિયો આપ્યો છે. જેઓએ ખુલાસો કર્યો છે કે, પંકજા મુંડે ભાજપની સાથે છે.

પંકજા મુંડે અને દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં ઓછું બને છે. પંકજાએ મોદી અને શાહ સુધી તેઓ ચૂંટણી હાર્યા નથી પરંતુ તેમને હરાવવામાં આવ્યા હોવાની રજૂઆતો કરી છે. પંકજાએ આવી ઘણી વાતો સીનિયર નેતાઓને પુરાવા સાથે જણાવી છે કે કેવી રીતે તેમને ચૂંટણી હરાવવા માટે કામ કરવામાં આવ્યું છે. પંકજા વર્ષ 2009 અને 2014માં બીડ જિલ્લાના પરલી વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. 206 કરોડના ચિક્કી કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું.  પંકજા ફડણવીસથી નારાજ હોવાનું ચર્ચાય છે. પંકજા મહારાષ્ટ્રમાં મંત્રીપદે રહી ચૂકી છે.

ટ્વિટર પ્રોફાઈલમાંથી ભાજપનો લોગો હટાવી દીધો

ભાજપના નેતા પંકજા મુંડેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ભાજપનો લોગો હટાવી દીધો છે. પંકજા મુંડેએ 12 ડિસેમ્બરે પોતાના સમર્થકોને મળીને કોઈ મોટી જાહેરાત કરશે તેવી શક્યતા છે. આ વાતની જાણ પંકજાએ પોતાના ફેસબુક પરની એક પોસ્ટમાં કરી હતી. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરીસ્થિતિમાં પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે.

ત્યારે 8-10 દિવસમાં કોઈ મોટો નિર્ણય લઈ શકુ છું. ફડણવીસ સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડે પોતાના જ ગઢ પરલીથી ચૂંટણી હારી ગયા છે. પંકજાને તેમના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડેએ હરાવ્યા છે. ધનંજય મુંડે હાલ ઉદ્ધવ સરકારમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ પોતાની બહેનને લગભગ 30,000 મતથી માત આપી હતી.

ફેસબુક પોસ્ટમાં પંકજા મુંડાએ લખ્યું છે કે બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં ભાવી કાર્યવાહી પર નિર્ણય લેવો જરૂરી છે. આગામી 8થી 10 દિવસમાં નક્કી કરીશ કે આગળ શું કરવું છે. કયા રસ્તે મારે ચાલવું છે. અમારી મજબૂતી શું છે તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

Related posts

આ છે અમેરિકાનું 22મું રાજ્ય જે હવે કોઈ દિવસ મૃત્યુદંડની સજા નહીં આપે

Mayur

ઈસ્લામિક સંગઠને ભારતનાં આંતરિક મામલમાં કરી દખલગીરી, IOCનું નિવેદન બેજવાબદાર, અયોગ્ય અને ગેરમાર્ગે દોરનારૂં

pratik shah

360 અબજ તીડ સામે લડવા હવે એક લાખ બતકનો પ્રયોગ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!