GSTV
Home » News » પંકજા મુડેની ભાજપને ખુલ્લેઆમ ચેલેંજ : ભાજપ ઈચ્છે તો કાઢી શકે છે, ખડસેએ પણ પાર્ટી છોડવાની આપી ચીમકી

પંકજા મુડેની ભાજપને ખુલ્લેઆમ ચેલેંજ : ભાજપ ઈચ્છે તો કાઢી શકે છે, ખડસેએ પણ પાર્ટી છોડવાની આપી ચીમકી

મહારાષ્ટ્ર ભાજપમાં ઉપેક્ષાથી નારાજ ચાલી રહેલા રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને દિવંગત નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેએ ભૂખ હડતાળનું એલાન કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હડતાળ કોઇ પાર્ટી કે વ્યક્તિની વિરૂદ્ધ નથી. પરંતુ મરાઠવાડાના મુદ્દાઓ પર નેતૃત્વનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક દિવસની સાંકેતિક ભૂખ હડતાળ હશે. સાથે પંકજાએ જણાવ્યું કે તે ભાજપ પક્ષ ક્યારેય નહીં છોડે. પંકજા મુંડે 27 જાન્યુઆરીએ એક દિવસના ભૂખ હડતાળ કરશે.

પંકજા મુંડેએ એક મોટી રેલીનું આયોજન કર્યું હતુ

બીડ જિલ્લામાં દિવંગત નેતા ગોપીનાથ મુંડની જન્મતિથી નિમિતે તેમની પુત્રી પંકજા મુંડેએ એક મોટી રેલીનું આયોજન કર્યું હતુ. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંકજા મુંડેએ ભાજપના નેતાઓની વિરૂદ્ધ મોરચો ખોલી રાખ્યો છે. અને તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેનો સાથ મળ્યો છે. પંકજા મુંડેની આ રેલીમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલ પણ હાજર રહ્યા હતા.

જો કે મોટી વાત એ છે કે પંકજાની રેલીના પોસ્ટરમાં ન તો ભાજપનું કમળ જોવા મળ્યું કે ન તો પીએમ મોદીની કોઇ તસ્વીર જોવા મળી. આ દરમિયાન એકનાથ ખડસેએ ચંદ્રકાંત પાટિલની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી અને જણાવ્યું કે પાર્ટીના નેતાઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. પંકજાએ કહ્યું કે ગોપીનાથ મુંડે ભલે આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમને હજુ પણ લોકો યાદ કરે છે. હું ચૂંટણીમાં હારી ગઇ છું. પરંતુ નાની-મોટી ચિલ્લર હાર ઝુંકાવી શકે નહીં.

READ ALSO

Related posts

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana

દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!