GSTV
Home » News » મોદી સરકારે બહુમતી ન મેળવી તો હોત તો આ કદાવર નેતા હોત પીએમ પદના ઉમેદવાર

મોદી સરકારે બહુમતી ન મેળવી તો હોત તો આ કદાવર નેતા હોત પીએમ પદના ઉમેદવાર

નીતિન ગડકરીએ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા. મહારાષ્ટ્રની નાગપૂર બેઠક પરથી જીતેલા નીતિન ગડકરીને ભાજપના સંકટ મોચક પણ કહેવામાં આવે છે. આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. નીતિન ગડકરીનો જન્મ નાગપૂર જિલ્લામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. યુવા અવસ્થામાં તેઓ ભારતીય યુવા મોર્ચાના અને ભાજપની છાત્ર શાખા એબીવીપી માટે કામ કરતા હતા. મોદી સરકારે બહુમતી ન મેળવી તો હોત તો આ કદાવર નેતા હોત પીએમ પદના ઉમેદવાર હોવાની સંભાવના હતી.

મહારાષ્ટ્ર સરકારમાં 1995થી 99 સુધી લોક નિર્માણ મંત્રી તરીકે કામ કર્યું. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહ્યા હતા. 1995માં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનમાં લોક નિર્માણ મંત્રી બન્યા હતા. જ્યાં તેઓ ચાર વર્ષ સુધી મંત્રી રહ્યા. 1989માં પહેલી વખત વિધાન પરિષદ માટે ચૂંટાયા હતા. જો કે આ પહેલા 1983માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. ગત્ત 20 વર્ષો સુધી તેઓ વિધાન પરિષદના સદસ્ય રહ્યા હતા. જ્યારે 2008માં તેઓ છેલ્લી વખત ચૂંટાયા હતા.

2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે તેમને સડક અને પરિવહન મંત્રી તરીકેની સેવાઓ આપી હતી. મનોહર પર્રિકરના અવસાન બાદ ગોવામાં ખેલાયેલા રાજકીય રમખાણમાં તેમણે ભાજપને ઉગારી હતી અને ભાજપની સીટ બચાવી લીધી હતી. જેથી સમસ્યાના સમયે તેઓ ભારતીય જનતા પાર્ટી માટે સંકટમોચકનું પણ કામ કરતા રહ્યા છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

Karan

પ્લોટ, ફ્લેટ અને મકાનની સરકારે નક્કી કરી ટ્રાન્સફર ફી, જાણો આ છે કાયદો

Mansi Patel

સયૈદ મોદી ટુર્નામેન્ટ : સૌરભ વર્મા પહોંચ્યા ફાઈનલમાં તો ઋતુપર્ણા સેમીફાઈનલમાં હારીને થઈ બહાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!