ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં થયેલી ભીડ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. કાંતિ ગામીતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામીત વિરૂદ્ધ ઈપકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય લોકોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોરોના મહામારી વચ્ચે 6 હજાર જેટલા લોકોને ભેગા કરવા બદલ હાઈકોર્ટની ફટકાર બાદ કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. સુરત ગ્રામ એસપી ઉષા રાડાને આ તપાસની જવાબદારી સોંપાઈ છે.

18 લોકો સામે નોંધાયો છે ગુનો
સોનગઢ પોલીસે આયોજકો અને તેમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, પોલીસે આઈ પી સી કલમ 188, 269, 270 જી પી એ કલમ 131 એપેડેમીક એક્ટ કલમ 3, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 બી મુજબ ગુનો દાખલ, 18 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માં આવ્ય, જેમાં માજી મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ, પી આઈ સી કે ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.


પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો છે. કોર્ટે કહ્યુ કે, 6 હજારની ભીડ સામે તંત્રએ શું પગલાં લીધા. સમારોહમાં આટલી મોટી ભીડ ક્યાંથી આવી. સમારોહનો વીડિયો અમે જોયો છે. તો બીજી તરફ કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.
ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.કાંતિ ગામિતે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું.પોલીસે કાંતિ ગામિત અને ગામના સરપંચ જીતુ ગામિત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સકંજામાં/ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુવતિ સાથે સંબધ કેળવીને દુષ્કર્મ આચરનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
- ચીનને મોટો ઝાટકો! 2020માં છેલ્લા 40 વર્ષમાં સુધી નીચા સ્તર પર રહ્યો GDP ગ્રોથ
- રાજ્યમાં રસીકરણની ગંભીર સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી, કોરોના વેક્સિનેશનની કામગીરી યથાવત
- Jioનું સસ્તુ રિચાર્જ: 150 રૂપિયાથી ઓછામાં મળશે 24GB ડેટા, ફ્રી કોલિંગની સાથે આ છે બેનિફિટ્સ
- ખેડબ્રહ્મા/ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલની અટકાયત થતા સમર્થકોએ પોલીસ સામે ઠાલવ્યો રોષ