GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમદાવાદ ભાજપના નેતા જયંતિભાઈ પરમારને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયંતિભાઈ પરમાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હતા. તેઓ હાલમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત
નરોડા પોલીસે પ્રોહીબિશન કેસમાં પકડેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. નાના ચિલોડા પાસેથી કાર સહિત 63 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ત્યાર બાદ મહિલાનો રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો.

ઇન્ચાર્જ  મામલતદાર કોરોનાની ઝપેટમાં આવ્યા

અમદાવાદના અસારવામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહેલા મહિલા મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ફરજ દરમિયાન મહિલા મામલતદારને કોરોના સંક્રમણ થયું હતું. જે અંગે તેમણે ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છેકે અગાઉ અસારવાના મામલતદારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે મહિલા મામલતદારની નિયુક્તિ કરવામાં આવી હતી.

જશોદાનગરના 3 ફાયરકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં કોરોનાના કહેર છે અને શહેરમાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોના હોટસ્ફોટ એવા અમદાવાદમાં આજે જશોદાનગરના 3 ફાયરકર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેયને શહેરની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3 કર્મીઓને ક્વોરન્ટીન કરાયા છે. અગાઉ પણ લક્ષણો દેખાતા 3 ફાયર કર્મીઓને ક્વોરન્ટીન કરાયા હતા.

મેયરની રજૂઆત બાદ કર્યા દાખલ

લોકડાઉન

અમદાવાદમાં કોરોનાનો શિકાર ફ્રન્ટલાઈન વોરિયર્સ બની રહ્યા છે. અમદાવાદમાં જશોદાનગર ફાયર ખાતાના ચાર લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં ડ્રાઈવર એક મિકેનિક અને બે ફાયરના જવાનો નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, તેમને ગૂંગળામણ તેમજ તાવની તકલીફ હોવાને કારણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એસીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ટેસ્ટ કરવાની માંગ કરાઈ

સૌથી મહત્વની બાબત એ છે કે, વટવામાં લાગેલી આગ બુઝાવીને જ્યારે તેઓ આવ્યા ત્યારે તાવ અને ગૂંગળામણ જેવું લાગતું હતું. ફાયર કર્મીઓ દ્વારા તેઓને શંકાસ્પદ લક્ષણો હોય તેવું લાગી રહ્યું છે અને આથી જ ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા એવી વાત કરવામાં આવી કે, ટેસ્ટ કરવાની જરૂર નથી. ફાયરની કામગીરી કરીને આવ્યા છો તેથી એવું લાગતું હશે. આમ 5 દિવસ રાહ જોયા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં ચાર લોકો પોઝિટિવ આવ્યા છે હજુ બે લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

એસીપીમાં દાખલ કરવાને લઈને સવાલ સર્જાયો

આમ જશોદા નગર ફાયર સ્ટેશનના કર્મચારીઓ પોઝિટિવ આવતા અન્ય ફાયર કર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. પાંચકુવાના ફાયર કર્મની જેમ અહીં પણ ફાયર કર્મચારીઓને એસીપીમાં દાખલ કરવાને લઈને સવાલ સર્જાયો હતો. જશોદાનગરના ફાયર જવાનોને એસીપી લઈ જવામાં આવ્યા ત્યારે, તેઓને એડમીટ કરવાની ના પાડવામાં આવી, પરંતુ આખરે મેયરને રજૂઆત કરાતા નિયરને દરમિયાનગીરી કરવાની ફરજ પડી અને ફાયરના જવાનોને એસીપીમાં દાખલ કરવામાં આવ્યા. સૂત્રોના જમાવ્યા પ્રમાણે, વહીવટીતંત્ર તો જાણે ફાયર ખાતાને અવગણી રહ્યું છે કર્મીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ટેસ્ટ કરવાની વાત કરવામાં આવે ત્યારે પણ અધિકારીઓની મંજૂરી લઈને આવો તેમ કહીને ધક્કા ખવડાવવામાં આવે છે.

READ ALSO

Related posts

TikTokએ ભારતીયોના અધધ 1.65 કરોડ વીડિયો હટાવી દીધાં, સરકાર પાસે હતો તમામ ડેટા

Bansari

12 જુલાઈએ શરૂ થશે ગ્રહોની હેરાફેરી, ઉલ્કાપિંડોના વરસાદથી ઝળહળી ઉઠશે આકાશ

Arohi

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!