GSTV

એકલા હાથે ચૂંટણી લડવાની કરો તૈયારી, મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગશે ઝટકો

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનની યુતિ આગામી દિવસોમાં તૂટી પડે તો નવાઇ નહીં. ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જે પી નડ્ડાએ રવિવારે કરેલી એક જાહેરાત આ વાતનો અણસાર આપ્યો છે. લોકસભામાં માંડ શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. દર ચૂંટણી સમયે ભાજપ અને શિવસેનાને કંઇક વાતે વાંકુ પડે છે અને આખરે ઘીના ઠામમાં ઘી ઢળે છે. બંને એકબીજાને પછાડવામાં આખરે મામલો ગરમ બનાવે છે અને ભેગા મળીને જ ચૂંટણી લડે છે. આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે. ભાજપ હાલમાં મહારાષ્ટ્રમાં ઉત્તમ સ્થિતિમાં છે. આ સમયે નડ્ડાએ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી આરંભવાનું કહી શિવસેના સાથે ગઠબંધનમાં કંઇક રંધાઈ રહ્યું હોવાના સંકેતો આપ્યા છે.

નડ્ડાએ રવિવારે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે આ વર્ષની આખરમાં આવી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્ય વિધાનસભાની તમામ બેઠકો એકલે હાથે લડવા કમર કસી લો. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ 288 સભ્યો છે. આ બધી બેઠકો પરથી એકલે હાથે લડવાની નડ્ડાની સલાહનો અર્થ એવો થઇ શકે કે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સાથે જોડાણ નહીં કરે. નડ્ડાની આ જાહેરાતથી શિવસેનાના નેતાઓ ચોંકી ઊઠ્યા હતા. હાલમાં આ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન હોવા છતાં નડ્ડાના આ નિવેદને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

જો કે નડ્ડાએ તરત ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અન્ય પક્ષ સાથે જોડાણ કરવાના મુદ્દે અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આખરી નિર્ણય લેશે. નડ્ડાનું આ નિવેદન ભાજપના રાજકારણનો ભાગ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં શિવસેના સામે લોકસભાની જેમ ઝૂકશે નહીં એ સ્પષ્ટ સાબિત કરી દીધું છે. હજુ પણ ભાજપ અને શિવસેના વચ્ચે પહેલાં જેવા મધુર સંબંધ નથી. શિવસેના અને ભાજપ એકલાહાથે ચૂંટણી લડે તેવી સંભાવના ઓછી હોવા છતાં પણ આ સ્થિતિ રહી તો કોંગ્રેસ અને એનસીપીને ફાયદો થશે એ નક્કી છે.

Related posts

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari

કોરોના સંકટ :ગુજરાતમાં 55 નવા કેસમાંથી 50 ફક્ત અમદાવાદમાં, આ ત્રણ વિસ્તારો હૉટસ્પોટ

Bansari

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!