ગુજરાત કોંગ્રેસના મોટા નેતા તેમજ વિસાવદરના કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષદ રીબડીયા જલ્દી જ ભાજપમાં જોડાશે. જો કે આ મુદ્દે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે ફરી ભાજપ પર MLA ખરીદવાનો આરોપ લગાવ્યો છે. જો કે સામે ભાજપે પણ કોંગ્રેસે રાજસ્થાનમાં MLA ખરીદ્યા હોવાનો આરોપ લગાવી સવાલો પૂછ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તેમજ રાજસ્થાન સરકારના પર્યાવરણ મંત્રી રઘુ શર્માના નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે કોંગ્રસે જે રીતે હર્ષદ રીબડીયા પર પ્રશ્ન કર્યા છે તેને લઈ કોઈની સામે એક આંગળી કરીએ તો પોતાની સામે ત્રણ આંગળી આવે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. હર્ષદ રીબડીયાએ ધારાસભ્યપદેથી રાજીનામું કેમ આપ્યું?, કેટલામાં ખરીદાયા તેનો જવાબ હર્ષદ રીબડીયા જ આપશે. આ ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી અને ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપવાના થતા નથી.

આ સાથે જ જયરાજસિંહ પરમારે કહ્યું કે રઘુ શર્મા જવાબ આપે કે રાજસ્થાનમાં 2018ની ચૂંટણીમાં 100 ધારાસભ્ય જીત્યા પછી બસપાના 6 ધારાસભ્ય અને 11 અપક્ષ ધારાસભ્ય કોંગ્રેસે કેટલામાં ખરીદ્યા હતા તેનો જવાબ આપે.
જયરાજસિંહે કહ્યું કે રઘુ શર્મા ગુજરાતના પ્રભારી છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું એ હજી કોંગ્રેસમાં જ છે. રઘુ શર્માએ બેઠક બોલાવી આ 9 ધારાસભ્યોને પૂછવું જોઈએ કે તે તમામે ક્રોસ વોટિંગ કરવાના કેટલા કેટલા રૂપિયા લીધા હતા. જયરાજસિંહે કહ્યું કે ભાજપ પર આક્ષેપ કરતા પહેલા રઘુ શર્માએ પોતાના ધારાસભ્યોને પૂછવું જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ
- દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો
- ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી