ભાજપમાં ભડકોઃ ભાજપના ગારીયાધર સંગઠનના આગેવાનો એકા-એક નારાજ

ભાવનગરમાં ભાજપના ગારીયાધર સંગઠનના આગેવાનો અને કાર્યકરોમાં પક્ષ પ્રત્યે નારાજગી સામે આવી છે. રૂપાણી સરકારમાં નવા પ્રધાન મંડળમાં ગારીયાધરના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને ન સમાવાતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં અસંતોષ ઉઠ્યો છે. કેશુભાઈ નાકરાણી સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. ત્યારે તેમને પ્રધાનપદ ન મળતાં ગારીયાધરમાં ભાજપના કાર્યકરોમાં નારાજ થયા છે. અને કેશુભાઈને પ્રધાન પદ આપવા માગ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter