GSTV

BIG NEWS/ એક પછી એક ભાજપ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરમાં વધુ 3 ભાજપ નેતાની ગોળી મારી કરાઈ હત્યા

જમ્મુ કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે આતંકીયોએ ત્રણ ભાજપના નેતાઓ પર ઉપરાઉપરી ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ત્રણ નેતાઓના મોત થયા છે. આ આતંકીઓએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે આ ત્રણેય પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

માર્યા ગયેલા નેતાઓમાં ફિદા હૂસૈન, ઉમર રાશીદ બેઘ અને ઉમર રમજાન બતાવવામાં આવી રહ્યુ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ અને સેનાએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. જ્યાં બાદમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યુ હતું. પોલીસે આ મામલે સંદિગ્ધ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.

તો વળી ઓગસ્ટમાં દક્ષિણ કાશ્મીરમાં કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ નેતા સજ્જાદ અહમદની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મહિનાની ચાર તારીખે કાજીગુંડના જ અખરાન વિસ્તારમાં ભાજપના સરપંચ આરિફ અહમદને આતંકીઓએ મીર બજારમાં ગોળી મારી દીધી હતી.

આ અગાઉ જૂલાઈમાં પણ જમ્મુ અને કાશ્મીરમાં બાંદીપોરામાં આતંકીઓએ ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ વસીમ બારી અને તેના પિતા અને ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો. આ ત્રણેયની આ ઘટનામાં હત્યા કરી દેવામાં આવી હતી. ભાજપ નેતા પિતા અને ભાઈ સાથે દુકાનમાં હતા. બરાબર આ જ સમયે આતંકીઓએ તેમના નિશાન બનાવ્યા હતા.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!