GSTV

આ દિગ્ગજ નેતા છોડશે ભાજપ, એનસીપીનું મળી શકે છે સભ્યપદ

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ પણ પક્ષ દ્વારા થઈ છે.

એકનાથ ખડશે એનસીપીમાં જોડાશે

ભાજપે એકનાથ ખડસેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે ખડસે શુક્રવારે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે બે વાગ્યે ખડસે એનસીપીનું સભ્ય પદ મેળવી શકે છે.

ઉદ્ધવ સરકારમાં મળી શકે છે મંત્રી પદ

એવું માનવામાં આવી રહ્યું છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી હતી. ઉદ્ધવ સરકારમાં ખડસેને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલમાં શિવસેના પાસે છે.

પક્ષમાં અવગણનાથી ભાજપ છોડ્યાની અટકળો

ભાજપમાં ખડસેને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાથી તે પક્ષ છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રવિવારે ખડસેએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત સામ આવી હતી પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

શરદ પવારનું સૂચક નિવેદન

એનસીપીના નેતા શરદ પવારે પણ નિવેદન કરી જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં ખડસેનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે હવે તેમને પાર્ટીએ હાંસિયામાં ધકેલી દીધા છે જે યોગ્ય નથી.

ફડણવિસ સરકારમાંથી આપ્યું હતું રાજીનામું

2015માં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ એકનાથ ખડસેએ ફડણવિસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેમની રાજકીય કારકિર્દી અસ્તાચલ તરફ ધકેલાઈ હોવાનું માનવામાં આવતું હતું. ખડસેના સમર્થકોનું માનવું છે કે ફડવણિસે જ તેમને સાઈડલાઈન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan

પીએમ મોદીની મન કી બાત લોકોને નથી આવી રહી પસંદ, લાઈક કરતા ડિસલાઈકમાં થયો અધધ વધારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!