GSTV
Home » News » બોલો ભાજપના આ ધારાસભ્યે મંદિરમાં ફુડ પેકેટની સાથે દારૂ આપ્યો, અને પછી જે થયું… એ જોવા જેવું Video

બોલો ભાજપના આ ધારાસભ્યે મંદિરમાં ફુડ પેકેટની સાથે દારૂ આપ્યો, અને પછી જે થયું… એ જોવા જેવું Video

મંદિર બનાવવા સંકલ્પ લેનાર ભાજપના મોટાભાગના ધારાસભ્યોને દારૂબંધી નડતી નથી. યોગીના ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીએ તો માઝા મૂકી જ છે, હવે ભાજપના જ એક ધારાસભ્યે મંદિરમાં આયોજીત એક કાર્યક્રમમાં મહેમાનોને દારૂની બોતલ આપતા હોબાળો થયો હતો.

નિતિન અગ્રવાલ દ્વારા અત્રેના મંદિરમાં આયોજીત એક કાર્યક્રમાં જ્યારે લોકોના ફુડ પેકેટમાં દારૂની નાની બોતલો પણ આવી તો અનેક લોકો ગુસ્સે થયા હતા. પેકેટમાં પુરી અને શાકની સાથે દારૂની બોતલ પણ હતી.

હરદોઇના શ્રાવણ દેવી મંદિરમાં આયોજીત કાર્યક્રમમા ધારાસભ્યના પિતા નરેશ અગ્રવાલ પણ હાજર હતા. આ અંગે ભાજપના હરદોઇા સાંસદ અનશુલ વર્માએ મુખ્ય મંત્રી યોગીને પત્ર લખી આની તપાસ કરવાની માગ કરી હતી. ઉપરાંત તેમણે ભાજપના ટોચના નેતાઓને પણ આ અંગે જાણ કરવાની વાત કરી હતી. ભાજપે આ ભુલ બદલ પુઃન વિચાર કરવો જોઇએ, એમ વર્માએ કહ્યું હતું.

એક ધાર્મિક પ્રસંગે નરેશ અગ્રવાલે પાસી સંમેલન યોજ્યું હતું. કાર્યક્રમમાં અનેક બાળકો પણ આવ્યા હતા જેમને પેન્સિલની સાથે સાથે દારૂ સહિતના ફુડ પેકેટ પણ અપાય હતા. તે ઉપરાંત એકસાઇઝ વિભાગને પણ જાણ કરવાની વર્માએ વાત કરી હતી. આ કાર્યક્રમની વિડીયોમાં પણ નરેશ અગ્રવાલ લોકોને ફુડ પેકેટ લઇ તેનો આનંદ માણવા અપીલ કરતા હોવાનું સંભળાય છે.

Read Also

Related posts

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel

વિશ્વમાં મહિલાઓનું વધતું પ્રભુત્વ, આ દેશની કેબિનેટમાં સાત મહિલાને મળ્યું કદાવર કદ

Path Shah

રાફેલ મામલે રિવ્યુ પીટીશનમાં જુની વાતો જ છે, આગળ તપાસની કોઇ જરૂર નથી: કેન્દ્રનો સુપ્રિમમાં જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!