GSTV
Home » News » ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. ભાજપના આ નેતાના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે ભાજપના આ નેતા સૌથી પ્રામાણીક છે તેથી સાચુ બોલી ગયા. 

આ પહેલા ભાજપના ધારાસભ્ય બક્શિસસિંહનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેને રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તમે ઇવીએમમાં કોઇ પણ બટન દબાવશો મત ભાજપને જ મળશે.

રાહુલ ગાંધીએ માર્યો ટોણો

આ વીડિયો વાઇરલ થતા બાદમા રાહુલ ગાંધીએ પણ ટોણો મારતા કહ્યું હતું કે ભાજપના આ સૌથી પ્રામાણીક નેતા છે. જોકે બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે ભાજપના આ ધારાસભ્યને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને આ નિવેદન અંગે સ્પષ્ટતા માગી હતી.

Image result for bakshish singh

નેતાએ મારી પલટી

સમગ્ર મામલે વિવાદ થતા બાદમાં ભાજપના આ નેતાએ કહ્યું હતું કે આ મારો વીડિયો નથી પણ બનાવટી વીડિયો છે અને તેને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યો છે, મે આવું કોઇ નિવેદન કર્યું જ નહોતું. મે ઇવીએમ અંગે કોઇ જ નિવેજન નથી કર્યું. જોકે તે પહેલા આ નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો અને તેણે ભારે ચર્ચા જગાવી હતી.

READ ALSO

Related posts

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari

એનએસયુઆઈએ BRTS બંધનું આપ્યું એલાન, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Nilesh Jethva

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!