GSTV
Home » News » ભાજપ નેતા ચેતન ઠાકોર ઢુંઢર કેસ મામલે ગાંધીનગર પહોંચ્યો, સરકારે કશું ન કર્યાનો આક્ષેપ

ભાજપ નેતા ચેતન ઠાકોર ઢુંઢર કેસ મામલે ગાંધીનગર પહોંચ્યો, સરકારે કશું ન કર્યાનો આક્ષેપ

સાબરકાંઠાના ઢૂંઢરમાં બાળકીના દુષ્કર્મના કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીત્યો હોવા છતાં રાજય સરકાર દ્વારા કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેથી ઠાકોર સમાજનાં અગ્રણી, ભાજપનાં નેતા ચેતન ઠાકોર અને બાળકીનાં પરિવારજનોએ ગાંધીનગર પહોંચીને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જ્યાં ઠાકોર સમાજના અગ્રણી, પરિવારજનો અને ચેતન ઠાકોરની તંત્રના અધિકારીઓ સામે બોલાચાલી થયા બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી. મહત્વનું છે કે ભાજપના યુવા નેતા ચેતન ઠાકોરે ગઇકાલે પીડિત પરિવારના ન્યાય માટે સાબરકાંઠા જિલ્લા કલેકટરને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજે બુધવારે ચેતન ઠાકોર પીડિત પરિવાર સહિતના લોકોને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા જવાનાં હતાં.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

સુરત અગ્નિકાંડ: કલાસિસ સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!