GSTV
Junagadh Trending ગુજરાત

ઘરવાલી, બહારવાલી / લોકોએ માન્યું કે દંપતી છે પણ ભાજપના નેતા તો ગર્લફ્રેન્ડને લઇ રિસેપ્શનમાં પહોંચ્યા!

અઢળક સત્તા અને નાણાં મળ્યા બાદ ભાજપના કેટલાક નેતાઓને અભિમાન આવી ગયું છે આવા નેતાઓના મહિલાઓ સાથેના લફરાં અવારનવાર બહાર આવતા હોય છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે એક ઉચ્ચ અધિકારીના લગ્ન પ્રસંગ હતા. જેમાં રિસેપ્શન માટે અનેક અધિકારીઓ અને નેતાઓને આમંત્રણ આપાયું હતું. અમદાવાદમાંથી ભાજપના એક નેતા પોતાની ગર્લફ્રેન્ડ અને લઇને રિસેપ્શનમાં ગયા હતા. આ ગર્લફ્રેન્ડ પણ ભાજપની મહિલા પાંખમાં હોદ્દેદાર છે.

રિસેપ્શનમાં વ્યવસ્થા એવી હતી કે શુભેચ્છા આપવા સ્ટેજ પર જઈ રહેલા મહેમાનોના નામની માઈકમાંથી જાહેરાત કરાતી હતી ભાજપના નેતા પોતાની ગર્લફ્રેન્ડને લઈને સ્ટેજ પર ગયા એ સમયે માઇકમાંથી એવી જાહેરાત થઈ હતી કે અમદાવાદના નેતા તેમના ધર્મપત્ની સાથે નવદંપતીને આશીર્વાદ આપી રહ્યા છે.

જેને લઇને ભાજપના નેતા ગુસ્સા ભરાઈ ગયા હતા અને તેમણે આ જાહેરાત કરનારા ને ખખડાવ્યો હતો કે જાહેરાત કરતાં પહેલા સબંધોની જાણકારી મેળવી લો. આ સમયે અન્ય કેટલાક લોકોએ પણ કહ્યું કે તમને બન્નેને કોઇ પણ વ્યક્તિ પતિ-પત્ની સમજી લે એવી સ્થિતિ છે આમ છતાં થોડી વાર માટે મામલો તંગ થયો હતો પરંતુ સમજાવટથી મામલો થાળે પડયો હતો.

READ ALSO

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

HARSHAD PATEL

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi
GSTV