GSTV
Home » News » તીનપત્તી જુગાર રમતા ભાજપનાં નેતા રંગે હાથે ઝડપાયાં, આ પહેલા પણ ખાઈ ચૂક્યાં છે જેલની હવા

તીનપત્તી જુગાર રમતા ભાજપનાં નેતા રંગે હાથે ઝડપાયાં, આ પહેલા પણ ખાઈ ચૂક્યાં છે જેલની હવા

નવસારી શહેર રેલવે ફાટક પાસે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા વિજલપોર પાલિકાના ભાજપના બાગી નગરસેવક ભળચંદ્ર નિલકંઠ પાટીલ ઝડપાયા. તેમની સાથે અન્ય સાત જુગારીઓને પણ પોલીસે ઝડપ્યા છે. વિજલપોર શહેરમાં રેલ્વે ફાટક નજીક નાનુભાઈ દેસાઈની વાડીમાં રસ્તા પર જાહેરમાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના પોલીસે છાપો માર્યો હતો.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 24 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે, વિજલપોર પાલિકાના બાગી નગરસેવક ભળચંદ્ર પાટીલ અગાઉ પણ એટ્રોસિટી એક્ટની ફરિયાદમાં જેલની હવા ખાઈ ચુક્યા છે.

READ ALSO

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!