GSTV

BJP નેતાનો વિચિત્ર આક્ષેપ/ ઉત્તરાખંડમાં ચાલી રહ્યું છે જમીન જેહાદ, સીએમને રીતસરનો લખ્યો પત્ર

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

દેવભૂમી ઉત્તરાખંડમાં ભાજપના એક નેતા અજેન્દ્ર અજયે કેટલાક મહિના પહેલા મુખ્યમંત્રી પુષ્કર ધામીને પત્ર લખ્યો હતો અને તેમાં કહ્યુ હતુ કે, પહાડી વિસ્તારો અને પૂજાના સ્થળોએ એક વિશેષ સમુદાય દ્વારા જમીનો ખરીદવામાં આવી રહી છે. તેમણે આ કાર્યવાહીને લેન્ડ જેહાદ ગણાવી હતી.

ઉત્તરાખંડ

દરમિયાન આ મુદ્દે ઉત્તરાખંડની સરકારે પણ વળતા પત્રમાં સ્વીકાર્યુ છે કે, સરકારના ધ્યાનમાં આવ્યુ છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વસતીમાં  વધારાના પગલે વસતીના સંતુલનમાં બદલાવ દેખાઈ રહ્યો છે.

સાથે સાથે તેમાં કહેવાયુ છે કે, કેટલીક જગ્યાએ સાંપ્રદાયિક માહોલ ખરાબ થવાની આશકા છે અને સરકારે તમામ જિલ્લાઓના અધિકારીઓ તેમજ પોલીસ વડાઓને સમસ્યાના સમાધાન માટે પગલા ભરવાનો આદેશ આપ્યો  છે.

સરકાર દ્વારા કહેવાયુ છે કે, સરકારે અલગ અલગ વિસ્તારોમાં શાંતિ સમિતિ બનાવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે અને અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. બીજા રાજ્યોમાંથી આવેલા અને ગુનાઈત ભૂતકાળ ધરાવતા લોકોની યાદી તૈયાર કરવા માટે આદેશ અપાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!