GSTV

હેવાનિયત/ માદક પીણુ પીવડાવી યુવતી પર 2 દિવસ સુધી ગેંગરેપ, આરોપીઓમાં ભાજપનો મંડળ ચીફ પણ સામેલ

ગેંગરેપ

મધ્યપ્રદેશમાં ૨૦ વર્ષની યુવતી પર ભાજપના નેતા સહિતના ચાર આરોપીઓએ ગેંગરેપ કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપીઓને પકડી લેવાની કવાયત આદરી છે. શહડોલ જિલ્લામાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ ફરિયાદ દાખલ કરી હતી એ પ્રમાણે તાલુકા ભાજપ પ્રમુખ વિજય ત્રિપાઠી અને તેના ત્રણ સાગરિતોએ કારમાં લઈ જઈને, માદક પીણું પીવડાવીને તેના પર બે દિવસ સુધી ફાર્મ હાઉસમાં રેપ કર્યો હતો.

ગેંગરેપ

ગેંગરેપ કર્યા પછી યુવતીને ઘરની બહાર ફેંકીને આરોપીઓ ફરાર

સતત બે દિવસ સુધી ગેંગરેપ કર્યા પછી યુવતીને તેના ઘરની બહાર ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડી લેવા માટેની કવાયત શરૃ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચાર આરોપીઓએ યુવતીનું અપહરણ કર્યું હતું અને તેને ફાર્મ હાઉસમાં ગોંધી રાખી હતી. આ તમામ સામે અપહરણ-રેપ સહિતના ગુના નોંધીને તપાસ આગળ વધારવામાં આવી છે.

ગેંગરેપ

મધ્યપ્રદેશ ભાજપ યુનિટે આરોપી નેતાને પક્ષમાંથી હાંકી કાઢ્યો

એ દરમિયાન રેપ કેસમાં ભાજપના નેતાનું નામ ખુલતા મધ્યપ્રદેશ ભાજપ યુનિટે આરોપી નેતાને પક્ષમાંથી હાંકી કાઢ્યો હતો. શહડોલ જિલ્લા ભાજપ પ્રમુખ કમલ પ્રતાપ સિંહે કહ્યું હતું કે આરોપી નેતાને તાત્કાલિક અસરથી પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યો છે અને તેની પાસેથી ભાજપના બધા જ હોદ્દા પાછા લેવામાં આવે છે.

Read Also

Related posts

કોરોનાનો ફફડાટ : 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ, આ 5 રાજ્યોએ વધારી મોદી સરકારની ચિંતા

Karan

ભારે કરી: પરણિત મહિલાઓ પણ શોધે છે લગ્નેતર પ્રેમ અને સહવાસ, સર્વેના આંકડા જાણી ફાટી જશે આંખો

Pritesh Mehta

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!