GSTV
Home » News » અડવાણીના નિકટવર્તી ચંદન મિત્રાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું, ટીએમસીમાં જોડાય તેવી શક્યતા

અડવાણીના નિકટવર્તી ચંદન મિત્રાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું, ટીએમસીમાં જોડાય તેવી શક્યતા

લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. જો કે આવી અટકળો પર ચંદન મિત્રાએ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. તેઓ બે ટર્મ રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ચંદન મિત્રાએ કહ્યુ છે કે તેઓ કઈ પાર્ટીમાં જશે અને ક્યારે જશે તેના પર હજી સુધી તેમણે નિર્ણય કર્યો નથી.

સૂત્રોનું કહેવું છે કે ચંદન મિત્રા ટીએમસીમાં સામેલ થાય તેવી શક્યતા છે. ટીએમસીના એક નેતા મુજબ 21 જુલાઈએ કોલકત્તામાં ટીએમસીની શહીદી દિવસની રેલીમાં ચંદન મિત્રાના હાજર રહેવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ છેલ્લા ઘણાં સમયગાળાથી પાર્ટીને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. તાજેતરમાં મિદનાપુર ખાતે વડાપ્રધાન મોદીએ એક રેલીને પણ સંબોધિત કરી છે. મુકુલ રૉય સહીત ટીએમસીના ઘણાં નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. તેવા સમયે ચંદન મિત્રાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. જો કે મિત્રાનો ખાસ જનાધાર નથી. 2014માં ચંદન મિત્રા પશ્ચિમ બંગાળની હુગલી બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા અને તેઓ અહીં ત્રીજા સ્થાને રહ્યા હતા.

ચંદન મિત્રાને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિકટવર્તી માનવામાં આવે છે. તેમને 2003માં રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. તે સમયે ભાજપના નેતૃત્વવાળા એનડીએની સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી. બીજી ટર્મ માટે મિત્રા 2010માં ભાજપના ઉમેદવાર તરીકે મધ્યપ્રદેશની રાજ્યસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ચંદન મિત્રા પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળના ભાજપમાં મામૂલી સંગઠનાત્મક જવાબદારી જ બાકી બચી હતી.

Related posts

મહારાષ્ટ્રનાં રાજકારણમાં BJPની ફરી એન્ટ્રી, 145નાં આંકડા સાથે જઈશું રાજ્યપાલ પાસે : નારાયણ રાણે

pratik shah

નૌસેનાના 25 હજાર કરોડ રૂપિયાના સોદામાં ટાટા અને અદાણી સાથે ચાર ફર્મ શામેલ

Kaushik Bavishi

હજારો પ્રવાસી પક્ષીઓ માટે કબ્રસ્તાન બન્યુ રાજસ્થાનનું આ પર્યટન સ્થળ, ઝેર આપવાની શંકા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!