GSTV

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

Last Updated on June 22, 2021 by pratik shah

ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં ૧ હજારથી વધુ ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ ગયાની વાતથી દોડતા થયેલા ભાજપના નેતાઓએ આપના દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું છે. કાર્યકરો એકના એક હોય છે માત્ર વિસ્તારો બદલાઇ જાય છે. આપમાં જોડાયેલા પૈકી કેટલા ભાજપના પ્રાથમિક કાર્યકર હતા તે આપ પુરવાર કરે તેમ ભાજપે પ્રેસ કોન્સફરન્સમાં પડકાર ફેંકયો હતો.

bjp

ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી


દોઢ મહિનાથી સુરતમાંથી પાટીલ પાવર ઘટી રહ્યો છે અને ઈટાલીયા પાવર વધી રહ્યો છે તેવી વાત જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, શરૃઆતમાં ભાજપે આ વાતને હળવાશથી લીધી હતી પરંતુ સમયાંતરે ભાજપના કાર્યકરો આપમાં જોડાયાના અહેવાલથી ભાજપના નેતાઓ જાગ્યા છે અને આજે પત્રકાર પરિષદ યોજી આપના દાવાને પોકળ ગણાવ્યો હતો.

ચૂંટણી

ભાજપની ૮૦ બેઠક હતી તે વધીને ૯૩ થઈ


શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે, સુરત શહેરમાં ભાજપના ચાડા ચાર લાખથી વધુ પ્રાથમિક સભ્યો છે અને ભાજપ શિસ્તબધ્ધ પાર્ટી છે અને પાર્ટીના કાર્યકરો પાર્ટી સાથે અડીખમ જોડાયા છે. જેના કારણે ગત ટર્મમાં ભાજપની ૮૦ બેઠક હતી તે વધીને ૯૩ થઈ છે. ચુંટણી સમયે અને ચુંટણી બાદ ભાજપના બે ચાર કાર્યકરોની અપેક્ષા પુરી ન થઈ હોય તેવા કાર્યકરો ભાજપથી છુટા પડયા હતા. તે સિવાય કોઈ કાર્યકરો આપમાં જોડાયા નથી. મહામંત્રી મુકેશ દલાલે જણાવ્યું હતું કે, અડાજણ વિસ્તારમાં ભાજપ કાર્યકરો આપમાં જોડાયાવી વાત તદ્દન ખોટી છે. જેનું નામ આપવામા આવે છે તે ભાજપનો પ્રાથમિક સભ્ય નથી કે છેલ્લા પંદર વર્ષથી ભાજપના કોઈ કાર્યક્રમમાં હાજર રહ્યો નથી.

પુર્વ મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું. આપ તકવાદી પાર્ટી


ધારાસભ્ય પુર્ણેશ મોદીએ કહ્યું હતું કે, આવા લોકો જ શહેરમાં ભાજપ વિરોધી બેનર લગાવે છે અને ભાજપના કાર્યકરો આપમાં જોડાયા છે તેવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. પુર્વ મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું. આપ તકવાદી પાર્ટી છે કોઈ પણ જગ્યાએ કાર્યક્રમો હોય છે એક જ કાર્યકરો હોય છે વિસ્તાર બદલીને આપમાં ભાજપના કાર્યકરો જોડાયા તેવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. અલબત્ત છેલ્લા કેટલાક વખતથી આપ દ્વારા સોશ્યલ મિડિયામાં જે અભિયાન ચલાવવામા આવે છે તેના કારણે ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે.

READ ALSO

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!