GSTV

મોદીના આ મંત્રીએ આપી એવી સલાહ કે ભાજપ મૂકાયું શરમમાં

Last Updated on July 14, 2018 by Mayur

ભારતમાંથી ફરાર થયેલા દારૂના કારોબારી વિજય માલ્યાને કેન્દ્ર સરકારે ભાગેડું ઘોષિત કર્યો છે. પરંતુ કેન્દ્ર સરકારના પ્રધાન લોકોને માલ્યાથી પ્રેરીત થવાની સલાહ આપી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં આદિજાતિ મામલાના પ્રધાન જુએલ ઉરાંવે હૈદરાબાદના એક કાર્યક્રમમાં આદિવાસીઓને એન્ટરપ્રન્યોરશિપ માટે પ્રોત્સાહીત કરી રહ્યા હતા. તે વખતે જુએલ ઉરાંવે ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ભાગી છૂટેલા દારૂના કારોબારી વિજય માલ્યાનું ઉદાહરણ આપ્યું હતું.

જો કે બાદમાં જુએલ ઉરાંવે સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે ભૂલથી વિજય માલ્યાનું નામ લીધું હતું. તેમણે માલ્યાનું નામ લેવું જોઈતું ન હતું. તેમણે આ મામલે પોતાની ભૂલ કબૂલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે જુએલ ઉરાંવે કાર્યક્રમમાં કહ્યુ હતુ કે તમે વિજય માલ્યાને ગાળ આપો છો. પરંતુ કોણ છે વિજય માલ્યા? તેઓ સ્માર્ટ વ્યક્તિ છે.

માલ્યાએ કેટલાક બુદ્ધિમાન લોકોને કામ પર રાખ્યા અને પછી બેંકો, રાજકારણીઓ, સરકારને પોતાના પ્રભાવમાં લીધા. સ્માર્ટ બનવાથી તમને કોણ રોકી શકે છે? આદિવાસીઓને કોણે કહ્યુ છે કે સિસ્ટમ પર પોતાનો પ્રભાવ દેખાડે નહીં.

તેમને બેંકોને પ્રભાવિત કરવાથી કોણે રોક્યા છે. ઉરાંવે આદિવાસીઓને સલાહ આપતા કહ્યુ હતુ કે તેમણે સ્માર્ટ બનવું જોઈએ. તેમમે માહિતીઓ પ્રાપ્ત કરવી જોઈએ. માહિતી જ શક્તિ છે. જેમની પાસે યોગ્ય જાણકારી છે.. તેમની પાસે જ શક્તિ છે. તેમણે કહ્યુ હતુ કે જો આદિવાસીઓ હોવાનું કોઈક નુકસાન છે.. તો તેના કેટલાક ફાયદા પણ છે. જેવી રીતે આદિવાસીઓ માટે શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં અનામતની સુવિધા છે. તેઓ આનો લાભ ઉઠાવીને પોતાના જીવનને સારા બનાવી શકે છે.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!