GSTV

બિહાર ચૂંટણી: ભાજપ-જેડીયુ વચ્ચે સીટની ડીલ ફાયનલ, 50:50 ફોર્મ્યુલા પર નીતીશકુમારની સહમતી

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ડીલ ફાયનલ થઇ ગઈ છે. જાણકારી મુજબ, Nitishkumar આખરે ભાજપ સામે જુકી ગયા છે અને તેઓ 50-50 ફોર્મ્યુલા હેઠળ સીટોની વહેંચણી પર સહમત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી બાદ આજે એનડીએમાં પણ ભાગેદારી પર આજે જાહેરાત થઇ શકે છે.

Nitishkumar with Narendra Modi

આખરે ઝુક્યા Nitishkumar

Nitishkumar છેલ્લા કેટલાંક સમયથી જીદે ચઢ્યા હતા કે જનતા દળ (યુનાઇટેડ) ભાજપ કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ આખરે તેમને પોતાની જીદ છોવી પડી છે.નક્કી કરવામાં આવેલ ફોર્મ્યુલા મુજબ, જેડીયુ 122 બેઠકો પર અને ભારતીય જનતા પાર્ટી 121 બેઠકો પર ચૂંટણી લડશે. જેડીયુ ભાજપની કેટલીંક પરંપરાગત બેઠકો પર પણ દાવેદારી કરી રહી હતી. પરંતુ હવે તેમણે આ માંગ પણ છોડી દીધી છે.

માંઝીને પોતાના કોટા માંથી બેઠકો આપશે જેડીયુ

જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવાં મોર્ચાને Nitishkumarની પાર્ટી પોતાના કોટા માંથી બેઠક આપશે. જયારે, લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ને ભાજપ પોતાના કોટા માંથી બેઠકો આપશે.

એલજેપીને લઈને આ છે ભાજપની શરત

પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભાજપ લોકજનશક્તિ પાર્ટીને પોતાના કોટા માંથી બેઠક ત્યારે જ આપશે જયારે ચિરાગ પાસવાન એનડીએનો ભાગ બની રહે. છેલ્લા કેટલાંક દિવસોથી બેઠકોની વહેંચણીને લઈને ચિરાગ પાસવાને ઘણા આકરા વલણમાં જોવા મળ્યા અને 143 બેઠકો પર એકલા હાથે આખી ચૂંટણી લડવાના સંકેત આપી ચુક્યા.

ભાજપ-જેડીયુ વચ્ચે મેરેથોન બેઠક

ઉલ્લેખનીય છે કે ભાજપ અને જેડીયુ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત શનિવાર બપોરે પટનામાં થઇ. શનિવારે જેડીયુના 4 મોટા નેતા લલન સિંહ, આરસીપી સિંહ, વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવએ દેવેન્દ્ર ફડણવીશ, ભુપેન્દ્ર યાદવ સાથે 4 કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા ભાજપ આ દરમ્યાન નીતીશકુમારના દબાણમાં ઝૂકવા તૈયાર નહોતી. જેને કારણે આખરે નીતીશકુમારે પોતાની જીદ છોડવી પડી. આ બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ અને ભુપેન્દ્ર યાદવ દિલ્હી જવા રવાના થઇ ગયા. જ્યાં ભાજપ હાઇકમાન્ડ સાથે વાતચીતમાં બેઠકોની વહેંચણી મુદ્દે સહમતી સધાઈ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!