GSTV
Home » News » દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપ-JDUમાં ડખા, આ દિગ્ગજ નેતાએ નીતિશ કુમાર સામે માંડ્યો મોરચો

દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપ-JDUમાં ડખા, આ દિગ્ગજ નેતાએ નીતિશ કુમાર સામે માંડ્યો મોરચો

દિલ્હી ચૂંટણીમાં ભાજપ અને JDUના ગઠબંધન પર હવે નીતિશકુમારની પાર્ટીમાં જ તકરાર જોવા મળી રહી છે. JDUના પ્રવક્તા પવનકુમાર વર્માએ આ મામલે ટ્વીટર પર મોરચો ખોલી નીતિશકુમારને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. પવન વર્માએ નીતિશકુમારને લાંબો પત્ર લખી તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જેમાં પવન વર્માએ નીતિશકુમારને ભાજપની ભાગલાવાદી નીતિઓ પર ટિપ્પણી મુદ્દે પોતાની વિચારધારા સ્પષ્ટ કરવાનો પણ સંદેશ આપ્યો. પવન વર્માએ નીતિશકુમારને વર્ષ 2012ની મુલાકાત યાદ અપાવી હતી.

તેમણે પત્રમાં લખ્યું કે, 2012માં જ્યારે પટનામાં મારી તમારી સાથે મુલાકાત થઇ ત્યારે ઔપચારિક રીતે હું પાર્ટીમાં સામેલ નતો થયો. આપણી વચ્ચે ભાજપ અને RSSની ભાગલાવાદી નીતિઓ અને નરેન્દ્ર મોદી દેશના ભવિષ્ય માટે કેવી રીતે યોગ્ય નથી તે મુદ્દે લાંબી ચર્ચા પણ ચાલી હતી, પરંતુ હવે JDUએ દિલ્હીની ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે નીતિશકુમાર ગઠબંધનને લઇને પોતાની વિચારધારા સંપૂર્ણપણે સ્પષ્ટ કરે તેવી માંગ પવન વર્માએ કરી છે.

READ ALSO

Related posts

જિયો, એરટલ કે વોડાફોન-આઈડિયાના દિવસો પૂરા, ગ્રાહકો વળ્યા BSNL તરફ

Bansari

India vs New Zealand, Women’s T20 World cup, ભારતે ન્યૂઝીલેન્ડને 134 રનનો આપ્યો લક્ષ્યાંક

pratik shah

નીતિન પટેલે લારી ગલ્લાવાળાઓ માટે આ ખાસ વસ્તુ આપી છે, હવે ઉનાળાથી મળશે રક્ષણ અને શાકભાજી પણ નહીં બગડે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!