બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાના કયાસ લગાવાઇ રહ્યા હતા. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ તમામ વાતોને નકારી દીધી. તાજેતરના દિવસોમાં એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર વચ્ચે ખેંચતાણ વધી ગઇ હતી.

ત્યાં સુધી કે એલજેપી અને જેડીયૂના ઘણા નેતા એક-બીજા પર આરોપ-પ્રતિઆરોપ પણ લગાવી રહ્યા હતા. પરંતુ ભાજપ અધ્યક્ષે તમામ વાતો પર પૂર્ણવિરામ મુકી દીધું. જેપી નડ્ડાએ રવિવારે બિહાર ભાજપની કાર્યસમિતિની બેઠકને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ, જેડીયૂ અને એલજેપી મળીને ચૂંટણી લડશે અને તેમા જીત પણ પ્રાપ્ત કરશે.


તેમણે પોતાના સંબોધનમાં ફરી એકવાર નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત દોહરાવી. તેમણે પાર્ટીના કાર્યકરોને જણાવ્યું કે તેમણે ન માત્ર ભાજપની જીત સુનિશ્ચિત કરવાની રહેશે પરંતુ સહયોગી પક્ષોના ખભાને પણ મજબૂતી આપવી પડશે. આપણે નીતિશકુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છીએ.
READ ALSO
- ભરૂચ/ પાંજરે પુરેલો દિપડો વિફર્યો, દરવાજો ખુલી જતાં ધમાલ મચાવી
- કોઈ પણ ટ્રેનિંગ કે રોકાણ વિના કરો બંપર કમાણી : આ 5 વ્યવસાયોમાં ગુજરાતીઓ માટે છે ઉજ્જવળ તક, અનુભવની પણ નથી જરૂર
- અમદાવાદ/ સરકારી રબર સ્ટેમ્પ અને બોગસ દસ્તાવેજોના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
- ડ્રેગન ફ્રૂટ કહો કે કમલમ પણ આ ફળના સેવનથી થાય છે 6 મહત્વના ફાયદાઓ, આજથી જ શરૂ કરો સેવન
- ગઢડા મંદિરના વિવાદ વચ્ચે ટેમ્પલ બોર્ડના ચેરમેને મહત્વનું નિવેદન, નથી સોંપાયો ચાર્જ