GSTV
Home » News » ભાજપ ખુરશી પર બેસીને ખોટી વાતો જ કરે છે, હું ઈંટ લઈને રામ મંદિર ચણવા આવીશ

ભાજપ ખુરશી પર બેસીને ખોટી વાતો જ કરે છે, હું ઈંટ લઈને રામ મંદિર ચણવા આવીશ

એક તો હોબાળો થંભવાનુ નામ નથી લેતો અને કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનુ ચાલુ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઇને સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે સુનવણી થઇ. સુપ્રીમ કોર્ટે આ મામલે નવી બેચનું ગઠન કરીને કહ્યું કે, મામલાની આગામી સુનવણી હવે 10 જાન્યુઆરીએ થશે. રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી તારીખ મળવા પર રાજકિય નિવેદનો આવવાના શરૂ થઇ ગઇ છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલાનો ઉકેલ વાતચીતથી લાવવો જોઇતો હતો, કોર્ટ સુધી જવાની કોઈ જરૂર નહોતી. ભગવાન રામ સૌના છે, કાયદો બનાવીને રામમંદિર બનાવવું યોગ્ય નથી.

તેમણે કહ્યું કે, રામ સૌના ભગવાન છે, જે દિવસે સમાધાન થઇ જશે હું પોતે ત્યાં ઇંટ લગાવવા જઈશ. ભગવાન રામથી કોઇને વેર હોવું જોઇએ નહી. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઇને સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે સુનવણી થઇ. સુપ્રીમ કોર્ટે આ મામલે નવી બેચનું ગઠન કરીને કહ્યું કે મામલાની આગામી સુનવણી હવે 10 જાન્યુઆરીએ થશે.

આ દરમિયાન અબ્દુલ્લાએ ભાજપ પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે ભાજપે છેલ્લાં પાંચ વર્ષમાં કંઈ કર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, ” મંદિર બાંધવા માટે બીજેપીનો કોઈ જ સહકાર નથી . આ લોકો ફક્ત ખુરશી પર બેસીને મંદિર વિશે મોટી મોટી વાતો કરે છે. ‘

આ કિસ્સામાં પક્ષમાંથી એક ઈકબાલ અંસારીએ કહ્યું કે આ બાબત કોર્ટ દ્વારા જ સ્થાયી થવી જોઈએ. અંસારીએ મંદિરના મુદ્દા પર વડા પ્રધાન મોદીના નિવેદનને ટેકો આપ્યો હતો, જેમાં તેમણે કાયદા પ્રક્રિયાની સમાપ્તિની રાહ જોવાની વાત કહી હતી.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!