GSTV
ANDAR NI VAT Trending

ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યો છે: આમઆદમી પાર્ટીનો આક્ષેપ

ભાજપ

આમઆદમી પાર્ટીએ આક્ષેપ મૂક્યો છે કે ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યો છે. કોંગ્રેસ પણ તેની સાથે ભળેલી છે, એટલે જ રાજ્યપાલે વિશ્વાસ પ્રસ્તાવ માટે બોલાવવામાં આવેલું વિધાનસભા સત્ર રદ કરી નાખ્યું. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર 2020માં ટ્વીટ કરી હતી કે દેશમાં સંવિધાન અને કાયદાનું શાસન છે, સરકાર જનતાના બહુમતથી ચાલે છે. રાજસ્થાનની સરકાર ઉથલાવવાનું ભાજપનું ષડયંત્ર સ્પષ્ટ છે. આ રાજસ્થાનની આઠ કરોડની જનતાનું અપમાન છે. રાજ્યપાલ મહોદયે વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ જેથી સચ્ચાઈ દેશની સામે આવી શકે.

એ ટ્વિટને રીટ્વીટ કરતાં આમઆદમી પાર્ટી પંજાબના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે દેશમાં કાયદા અને સંવિધાનનું શાસન છે, સરકાર જનતા બહુમતના આધારે ચાલે છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને પંજાબના મતદારોનું અપમાન કરી રહ્યા છે. વેચાઈ ગયેલી કોંગ્રેસ પંજાબમાં ઓપરેશન લોટસનું સમર્થન કરી રહી છે. આ સત્ય પંજાબ અને આખા દેશની સામે ખુલ્લું પડી ગયું છે. આમઆદમી પાર્ટીએ ધ્યાન ખેંચવા માટે તેની ટ્વીટમાં એ જ વાક્યોનો ઉપયોગ કર્યો છે જે રાહુલ ગાંધીએ પ્રયોજ્યાં હતાં. અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી હતી કે રાજ્યપાલ કેબિનેટ દ્વારા બોલાવવામાં આવેલું સત્ર કેવી રીતે રદ કરી શકે? જો એવું થાય તો જનતંત્ર ખતમ થઈ જાય. બે દિવસ પહેલાં જ રાજ્યપાલે સત્રની પરવાનગી આપી હતી. ઓપરેશન લોટસ ફેઈલ થઈ ગયું તો તેમને ઉપરથી ફોન આવ્યો કે વિધાનસભાનું વિશેષ સત્ર કેન્સલ કરી નાખો. આજે દેશમાં એકતરફ બંધારણ છે અને બીજી તરફ ઓપરેશન લોટસ.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV