GSTV
ANDAR NI VAT

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

ભાજપ

ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો તેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય દિને લોકોને કરેલા સંબોધનમાં કરી. તેના કારણે ભાજપના નેતા પણ આશ્ચર્યમાં પડી ગયા છે.

ભાજપ

ભાજપના નેતા પણ માને છે કે, સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં દર ત્રણ મહિને સુધારો કરાતો જ હોય છે. એ જોતાં આ બહુ મોટી જાહેરાત છે જ નહીં ને રૂટિન પ્રક્રિયાનો ભાગ છે. તેની જાહેરાત સરકારના પ્રવક્તા દર વખતે કરતા હોય છે. પણ આ વખતે સરકારી કર્મચારીઓને બહુ મોટી ભેટ અપાતી હોય એ રીતે કરાઈ એ ખટકે એવું છે.

ભાજપના નેતાઓના મતે ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મળશે જ તેનો પૂરો વિશ્વાસ નથી તેનો આ પુરાવો છે. કોંગ્રેસ આક્રમક નથી પણ આમ આદમી પાર્ટી આકરા તેવર અપનાવી રહી છે. કેજરીવાલ એક પછી એક ગેરંટી આપી રહ્યા છે તેના કારણે ભાજપમાં ગભરાટનો માહોલ છે. આ કારણે સાવ સામાન્ય ગણાય એવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરવી પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV