ગુજરાતના સુરતમાં આ વખતની ચૂંટણી રસાકસી રહેવાના સંકેત જોવા મળી રહ્યા છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે સુરતમાં ત્રી-પાંખીયો જંગ છે. જેથી હમણાં સુધી સેફ ગણાતી સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે.

સુરતમાં યોજાવા જઈ રહેલા ત્રી-પાંખિયા જંગ વચ્ચે તમામે તમામ 12 બેઠકોને જાળવી રાખવા ભાજપે પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં પીએમ મોદીની સભા કરવી પડી. જે સભામાં સુરત શહેરની મુખ્ય 12 બેઠકોના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ બાર ઉમેદવારોને જીતાડવા પીએમ મોદી જાતે સ્ટેજ પરથી હજારોની જનમેદનીને સંબોધી ચુક્યા છે.
સુરતમાં આ વખતે આપ પાર્ટી ચૂંટણી મેદાનમાં છે. જેને લઈ ક્યાંક ભાજપની ચિંતા વધી છે. ત્યારે શહેરની મુખ્ય 12 બેઠકો પૈકી પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારની બેઠક હાથમાંથી ન જાય તે માટે પીએમ મોદીએ જાતે અહીં જંગી સભા ગજવી હતી.શહેરની 12 પૈકી કામરેજ, વરાછા, કતારગામ, ઓલપાડ બેઠક પર ક્યાંક સમીકરણો બદલાઈ શકે તેવી શકયતા રહેલી છે.
ચાર પૈકીની વરાછા બેઠક પર ભાજપમાંથી કુમાર કાનાણી સામે પાસ અને આપના પ્રદેશ નેતા અલ્પેશ કથીરિયા છે. જ્યારે કોંગ્રેસમાંથી પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રહી ચૂકેલા પ્રફુલ તોગડિયા ચૂંટણી મેદાનમાં છે. તેવી જ રીતે કામરેજ બેઠક પર પણ પાટીદાર ચેહરા તરીકે ઓળખાતા પ્રફુલ પાનસેરિયા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જેની સામે આપ માંથી પાટીદાર નેતા રામધડૂક ચૂંટણી રેસમાં છે. જ્યારે કોંગ્રેસમાંથી પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર ચેહરો ગણાતા નિલેશ કુંભાણી પણ ચૂંટણી લડી રહ્યા છે.
તો કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદાર વર્સીસ પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. જેમાં આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના વીનું મોરડીયા વચ્ચે ટક્કર છે. જ્યારે કોંગ્રેસમાંથી અહીં પ્રજાપતિ સમાજમાંથી આવતા યુવા નેતા કલ્પેશ વરિયા ચૂંટણી મેદાનમાં છે. આ સાથે ઓલપાડ બેઠક પર ભાજપમાંથી મુકેશ પટેલ સામે કોંગ્રેસ નેતા દર્શન નાયક અને આપમાંથી ધાર્મિક માલવીયા સામસામે છે.
આ તમામ મહત્વની બેઠકો ગણવામાં આવે છે. પરંતુ આ સિવાય સુરતની અન્ય આઠ બેઠકો પર પણ આપ પાર્ટી ચૂંટણી મેદાનમાં છે. જેને લઈ આ તમામ બેઠકો પર ભાજપે પોતાની સત્તા ટકાવી રાખવા એડીચોટીનું જોર આ વખતે લગાવ્યુ છે. પીએમની સભામાં પણ સુરતની મુખ્ય 12 બેઠકોના ઉમેદવારો હાજર હતા. જ્યાં પીએમની જનસભા આ બેઠકો પર ક્યાંક પ્રભાવ પાડી શકે છે. જો કે ચૂંટણી દરમ્યાન અહીં સમીકરણો બદલાઈ શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે.
-ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં પાટીદારોના ગઢમાં યોજાયેલ પીએમ મોદીની જંગી સભામાં સુરતની
- 1.મજુરા વિધાનસભા ના ઉમેદવાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી
- 2.કામરેજ વિધાનસભાના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા
- 3.વરાછાના ઉમેદવાર કુમાર કાણાની
- 4.કરંજના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી
- 5.કતારગામ ના ઉમેદવાર વીનું મોરડીયા
- 6.ઉધના ના ઉમેદવાર મનું ફોગવા
- 7.લીંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલ
- 8.ચોર્યાસીના ઉમેદવાર સંદીપ દેસાઈ
- 9.પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર પુરનેશ મોદી
- 10.ઓલપાડના ઉમેદવાર મુકેશ પટેલ
- 11.ઉત્તર બેઠકના ઉમેદવાર કાંતિ બલર
- 12.પૂર્વ વિધાનસભાના ઉમેદવાર અરવિંદ રાણા હાજર રહ્યા હતા.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય