GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ગુજરાતમાં ભાજપ આત્મનિર્ભર નહીં કોંગ્રેસ પર નિર્ભર, ધારાસભ્યો ખરીદી ચૂંટણી જીતવી એ જ ભાજપની રણીનીતિ

પહેલેથી નક્કી કરેલા પ્લોટ પ્રમાણે કોંગ્રેસના વડોદરાના ધારાસભ્ય અક્ષય પટેલનું રાજીનામું આપાવીને ભાજપના રાજ્યસભાના ત્રીજા ઉમેદવારને મજબૂત કરી દીધા છે. અક્ષય પટેલે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવે છે. બીજા બે ધારાસભ્યોનું પક્ષાંતર ભાજપમાં થઈ શકે છે. આમ ભાજપના 3 ઉમેદવારો જીતી શકે છે અને કોંગ્રેસના બે નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી એકની હાર નક્કી માનવામાં આવે છે. જો ભાજપે પક્ષાંતર ન કરાવ્યું હોત તો કોંગ્રેસના બે નેતાઓ જીતી શક્યા હોત.

કોરોનાને કારણે મુલતવી રખાયેલી ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 19 જૂને થવાની છે. તે પહેલાં ભાજપે પક્ષાંતર કરાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપે કોંગ્રેસના 4 ધારાસભ્યોતો પહેલા જ તોડી લઈને આત્મનિર્ભર રહેવાના બદલે કોંગ્રેસ પર નિર્ભર રહ્યાં છે. ભાજપે દેશને આત્મનિર્ભર બનવા માટે હાકલ કરીને આંદોલન છેડી દીધું છે, પણ ગુજરાત ભાજપ તો કોંગ્રેસ પર પરાવલંબી બની ગયું છે. વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી ઊછીના લઈને નરહરી અમીનને ભાજપે જીતાડવા કમર કશી છે.

આ અગાઉ ગઢડાના MLA પદેથી પ્રવીણ મારુ, લીંબડીના MLA પદેથી સોમાભાઈ પટેલ,  જે વી કાકડિયા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજાએ રાજીનામાં આપીને ભાજપને કોંગ્રેસથી આત્મનિર્ભર બનવામાં મદદ કરી હતી.  19 મે 2020ના સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે.  ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ઉમેદવાર છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

15 માર્ચ 2020ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ખુલ્લેઆમ ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી હતી. તેમ છતાં તેમની સામે કોંગ્રેસે કોઈ પગલાં લીધા ન હતા. વડોદરાના કરજણથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી હતી. અક્ષય પટેલે તે સમયે જાહેર કર્યું હતું કે, મારી શરતો જો ભાજપ માને તો હું ભાજપમાં જોડાવા તૈયાર છું. અક્ષય પટેલની માંગ હતી કે,  કરણજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સતીશ નિશાળિયા સામે પગલાં ભરવામાં આવે. પણ તેમની માંગ જૂન 2020 સુધી સંતોષાઈ નથી, છતાં તેઓ ભાજપ તરફ સરકી ગયા છે.

વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમનો ફોન બંધ હોવાથી સંપર્ક થઈ શક્યો નથી. અગાઉ કોંગ્રેસના 5 ધારાસભ્યોનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું. હવે આ છઠ્ઠા ધારાસભ્ય પક્ષાંતર કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે રાજ્યસભાના બે ઉમેદવાર જીતી શકે તેમ છે. પણ ભાજપે 3 ઊમેદવાર ઊભા રાખ્યા છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યો જો રાજીનામાં આપે તો જ ત્રીજા ઉમેદવાર જીતે તેમ છે. તેથી એકપછી એક પક્ષાંતર કરાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના હજુ બે કે ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે.

કોરોના

રાજ્યસભાના મતના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે. જે સંખ્યા આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હાલ કુલ 174 ધારાસભ્યો છે. પાંચ ઉમેદવારને જીત માટે દરેકને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મત જોઈએ, પણ છે 103. કોંગ્રેસના બે ઉમેદવારને જીતવા માટે 70 મતની સામે 68 મત છે. એક ધારાસભ્ય તૂટે તો તેના સભ્યોની સંખ્યા 67 થાય. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને બે મત ખૂટે. આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરિ અમીન જીતી જાય તેમ હતા. હવે બીજા ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં હોવાથી અમિનની જીત નક્કી થશે અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલ કે ભરત સોલંકી બન્ને માંથી એક હારશે એ વાત હવે નક્કી થઈ ગઈ છે.

આ સાંસદની ટર્મ પુરી થઈ

  • શંભુપ્રસાદ ટુંડિયા  – ભાજપ
  • લાલસિંહ વડોદિયા – ભાજપ
  • ગોહેલ ચુનીભાઇ – ભાજપ
  • મધુસુદન મિસ્ત્રી – કોંગ્રેસ  

અગાઉ શું થયું હતું

અગાઉ ચૂંટણી નક્કી થઈ ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપ પક્ષાંતર ન કરાવે તે માટે તેમને ગુજરાત બહાર લઈ જવા પડ્યા હતા. તેમ છતાં પક્ષાંતર તો થઈ રહ્યું છે. જયપુર ખાતે આવેલ શિવવિલાસ રિસોર્ટમાં પહેલા લઈ જવાયા હતા.  

Related posts

ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે કરાયો બંધ, રાયડી નદીમાં આવ્યું પૂર

Nilesh Jethva

વન નેશન વન રેશનકાર્ડ : જાણો કોન બનાવી શકશે અને કયા કયા દસ્તાવેજોની પડશે જરૂર, આ છે ફાયદા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!