ભાજપ માફક કોંગ્રેસ પણ કરી રહ્યું છે સ્નેહ મિલન, શક્તિસિંહે કર્યા મગફળી મુદ્દે આ પ્રહાર

ભાવનગરમાં આયોજિત કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મગફળી ખરીદીનો મુદ્દો ચર્ચાયો હતો. અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હોવાનું કોંગ્રેસ નેતા શક્તિસિંહે કહીને સરકાર પર પ્રહાર કર્યો. ભાવનગરના સીદસર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડા- શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સરકારથી નારાજ ખેડૂતોના મુદ્દાઓ લઇ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. નાફેડ દ્વારા ગુજરાતમાંથી મગફળીની ખરીદી નહીં કરીએ તેવો ગુજરાતની પ્રતિષ્ઠાની ધૂળધાણી થઈ હોવાનું કહ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter