GSTV

મધ્ય પ્રદેશમાં ભાજપનો આંતરિક ડખો મોટી પરેશાની, 28માંથી 25 કોંગ્રેસીને જીતાડવાની જવાબદારી ભાજપના શીરે

મધ્યપ્રદેશ

Last Updated on October 31, 2020 by Ankita Trada

મધ્ય પ્રદેશમાં યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપને નેતાઓ નિષ્ક્રિય બની ગયેલા કાર્યકરોને એમ કહીને સક્રિય થવા પાનો ચઢાવી રહ્યા છે કે જો આપણા હાથમાંથી સત્તા જતી રહેશે તો તમને જ મુશ્કેલી પડશે. ૨૮માંથી ૨૫ બેઠકોમાં એ ઉમેદવારો છે જેઓ કોંગ્રેસને દગો કરીને ભાજપમાં આવ્યા હતા. પરિણામે ભાજપના પાયાના કાર્યકરો તદ્દન નિષ્ક્રીય બની ગયા છે. ગયા મહિને ભોપાલમાં આયોજીત ભાજપના કાર્યકરોની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું હતું કે ‘જ્યાં સુધી આપણે સત્તામાં છીએ ત્યાં સુધી જ આરામ છે.

જોઇએ એટલો ઉત્સાહ દેખાતો નથી

જો આપણે હારી જઇશું તો જો મોભો છે તે પણ ગુમાવી દઇશું’. દેખીતી રીતે જ તેઓ પક્ષથી દૂર થઇ ગયેલા કાર્યકરોને ફરી સક્રિય થવા કહી રહ્યા હતા. પક્ષની બેઠકને સબંધતા કેન્દ્રના મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે ‘જો આપણે આ વખતે સત્તા ગુમાવીશું તો એના પરિણામો પણ ભોગવવા પડશે’ આ કવાયત પાછળનો મુખ્ય આશર તો કાર્યકરોને પેટા ચૂંટણીમાં સક્રિય કરવાનો હતો, છતાં કાર્યકરોમાં જોઇએ એટલો ઉત્સાહ દેખાતો નથી.

મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર દીપક જો

કેટલાક ધારાસભ્યોની કારકિર્દીનો આધાર આ ચૂંટણી પર છે. જેમાં જયભાણ સિંહ પવૈયા, પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી, પૂર્વ મંત્રી લાલ સિંહ આર્યા,રૂસ્મત સિંહ અને ગૌરી શકંર શેજવારનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!