GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભાજપે 8 બેઠકો જીતવા કર્યું છે માઈક્રોપ્લાનિંગ: નિરીક્ષકોની નિમણુંકમાં પણ નથી કાપ્યું કાચું, જીત માટે મૂક્યા છે આ ગણિતો

બીજેપી એ તમામ 8 સીટ પર નિરીક્ષકોની નિમણુંક કરી દીધી છે. ચૂંટણી પ્લાનીંગમાં ભાજપને માસ્ટર માનવામાં આવે છે. આખરે જે તે વિધાનસભામાં જે તે મંત્રી કે નેતાઓને જ કેમ જવાબદારી સોંપી તેની પાછળ ક્યાં સમીકરણો જવાબદાર છે આવો સમજીએ

ભાજપે તમામ 8 સીટની પેટા ચૂંટણી યોજાવાની છે તેનું પ્લાનિંગ કરી લીધું છે. એ સીટ પર જે તે નેતાઓ અને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી સોંપવા પાછળ પણ ચોક્કસ કારણો હોવાનું ભાજપના જ આંતરિક વર્તુળ કહી રહ્યા છે. જેથી તમામ સમીકરણો સેટ કરી શકાય અને આસાનીથી ચૂંટણી જીતી શકાય.

bjp

એ સીટ ની જો વાત કરીએ તો

મોરબીના મંત્રી સૌરભ પટેલ અને સંગઠનમાંથી આઈ કે જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. સૌરભ પટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને મોરબીમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે જેથી તેનું સમર્થન મળી રહે તો બીજી તરફ એ વિસ્તાર પહેલા ધ્રાંગધ્રા બેઠક માં આવતો હતો જ્યાં આઈ કે જાડેજા સારું પ્રભુત્વ ધરાવે છે અને ક્ષત્રિય હોવાના કારણે ત્યાંના મતદારોને રિઝવી શકે છે

લીમડીની જવાબદારી આ બંને ઉપર

તો આ સિવાય જો લીમડી બેઠકની જો વાત કરીએ તો આ બેઠક માટે મંત્રી આર સી ફળદુ અને નીતિન ભારદ્વાજ ને જવાબદારી સોંપવામાં આવી છે.  આર સી ફળદુ સંગઠન પ્રમુખ હતા ત્યારથી જ તેની પકડ એ વિસ્તારમાં સારી છે અને નીતિન ભારદ્વાજ સીએમની નજીકના માનવામાં આવે છે અને રાજકોટના છે જેથી તે સૌરાષ્ટ્માં સારી પકડ ધરાવે છે અને એ બેઠક પર ઉમેદવારનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવે છે જેના માટે આ બે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગૃહમંત્રીને સોંપાઈ કરજણની જવાબદારી

કરજણ બેઠક પર પ્રદીપસિંહ જાડેજા અને શબ્દ શરણ બ્રહ્મભટ્ટ ને જવાબદારી સોંપાઈ છે. જેનું પણ ચોક્કસ કારણ છે એ સીટમાં ભાજપમાં આંતરિક વિખવાદ છે જેના કારણે જ 2017 માં ભાજપે એ સીટ ગુમાવી હતી જેનું પુનરાવર્તનના થાય એટલા માટે ગૃહમંત્રી પ્રદીપસિંહને જવાબદારી સોંપાઈ છે. તો શબ્દશરણ બ્રહ્મભટ્ટ ત્યાંના સ્થાનિક નેતા છે જેના કારણે તે સ્થાનિક સમીકરણો ગોઠવી શકે તેટલા માટે તેને જવાબદારી અપાઈ છે

ડાંગમાં આમને સોંપાઈ જવાબદારી

ડાંગ બેઠક પર ગણપત વસાવા અને પુરનેશ મોદીને જવાબદારી આપવામાં આવી છે. ભાજપમાં અત્યારે આદિવાસી નેતામાં એક માત્ર ગણપત વસાવા છે જે આદિવાસી વિસ્તારમાં સારી પકડ રાખે છે અને તેની સાથે સુરતના ધારાસભ્ય પુરનેશ મોદીને જવાબદારી સોંપાઈ છે.

અબડાસા બેઠક માટે આમને સોંપાઈ જવાબદારી

અબડાસા બેઠક માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલને જવાબદારી આપવામાં આવી છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ છે સાથે જ કોંગી પૂર્વ ધારાસભ્યની કેટલીક ચોક્કસ માંગણીઓ શિક્ષણને લઈને હતી જેથી ભાજપે બાપુને મેદાને ઉતાર્યા છે. સાથે કે સી પટેલ પાટણના છે પોતાનો જિલ્લો નજીક છે અને પાટીદાર મતદારોને સમજાવી શકે તેના માટે બાપુ સાથે કે સી પટેલને પણ જવાબદારી સોંપી છે

ગઢડા બેઠકની જવાબદારી આમને આપી

ગઢડા બેઠક પર કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયાને જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા ખૂબ મોટી છે અને કોળી સમાજના ખૂબ મોટા નેતા છે કુંવરજી બાવળિયા સાથે જ આ વિસ્તારમાં પાટીદારો અને ધર્મ સાથે જોડાયેલા મતદારો છે જેના સાથે ગોરધન ઝડફિયાને ઘરોબો છે જેથી તેને ગઢડા મુકવામાં આવ્યા છે

ધારી બેઠક પર આ લોકોનું પ્રભુત્વ

તો ધારી બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય મતદારોનું સારું પ્રભુત્વ છે. કોઈપણ સમાજના વોટ સ્વીન્ગ થાય તો હારજીત થઈ શકે છે. આવા સમયે બંને સમાજને સાથે રાખવા જરૂરી છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે જેના કારણે ગત ચૂંટણીના દિલીપ સંઘાણીની હાર થઈ હતી આમ તામામ વિસ્તારના જે સમીકરણો છે જેને ધ્યાનમાં રાખીને ભાજપે નિરીક્ષકોની નિમણુંક કરી હોવાનું ભાજપના જ વર્તુળો ચર્ચી રહ્યા છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!