GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

અમદાવાદના રસ્તાઓની હાલત જોઈ ભાજપના આઈ.કે.જાડેજાએ અધિકારીઓને Tweeter પર કહ્યું, ‘શું તમે ચાલશો…?’

અમદાવાદ ખાડાબાદ બની ગયું છે, તે વાત ભાજપના જ વરિષ્ઠ નેતા આઈકે જાડેજાએ કહ્યાં છે. આઈકે જાડેજાએ ટ્વિટ કરી બોપલના રોડને લઈને ઔડાના અધિકારીઓ સામે જ સવાલો ઉઠાવ્યાં છે. આમ તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. કોર્પોરશને અને ઔડા તંત્ર નિંદ્રાધીન છે. ત્યારે ભાજપના જ નેતાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

Tweetમાં શું કહ્યું ?

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું કે અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. શું ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે ? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જવાબદારી ઉપસ્થિત નથી થતી ? રોડ રસ્તાની કામગીરીને લઈ ભાજપના જ નેતાએ ઉઠાવેલા સવાલોથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે GSTV સાથે કરી વાત

તો ખાડાબાદ અંગે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે જીએસટીવી સાથે ખાસ વાત કરતાં રોડ ખરાબ હોવાની વાત સ્વીકારી હતી. અને આ અંગે નક્કર કાર્યવાહી કરવાનું રટણ કર્યું હતું. સાથે જ તેઓએ કહ્યું કે ચોમાસા બાદ આ રસ્તાઓ રિપેર કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ સમગ્ર શહેરના મોટા ભાગના રસ્તાઓ ખરાબ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. ઔડાના ચેરમેન રહી ચુકેલા ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચારના સવાલ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે તેવો જવાબ આપ્યો હતો.

સામાન્ય વરસાદમાં જ ખાડાબાદ બની જાય છે

દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ બાદ શહેરના રોડ-રસ્તાઓની હાલત બિસ્માર થઈ જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતો રોડ એક જ વરસાદમાં ધોવાય જાય છે. આ અંગે દર વર્ષે અહેવાલ આવે છે અને નેતાઓ અધિકારીઓ પર કાર્યવાહી કરશે તેવો જવાબ આપે છે પરંતુ દર વર્ષે ચોમાસા બાદ પરિસ્થિતિ જૈસે થે જ જોવા મળે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!