GSTV

સટ્ટા બજારના મતે ભાવનગરની બેઠક પર ભાજપ હોટ ફેવરીટ

Last Updated on May 23, 2019 by Mayur

ભાવનગરની લોકસભા બેઠક પર આગામી ગુરૂવારે મતગણતરી થનાર છે તેથી એક દિવસ બાદ કોણ જીતે અને કોણ હારે છે ? તેની હકીકત જાણવા મળશે પરંતુ હાલ ચૂંટણી પરિણામ પર સટ્ટોડીયા મોટાપાયે સટ્ટો રમી રહ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ભાવનગરની લોકસભા બેઠક પર સટ્ટા બજારના મતે ભાજપ હોટ ફેવરીટ છે તેથી ભાજપનો ભાવ નીચો છે, જયારે કોંગ્રેસનો ભાવ ઉંચો હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ લોકસભાના પરિણામને લઈ કરોડો રૂપીયાનો સટ્ટો રમાતો હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ભાવનગરની લોકસભા બેઠક પર સટ્ટા બજાર જીતે છે તેથી તેનો ભાવ રૂ. ૧૩ પૈસા બોલાય રહ્યો છે, જયારે કોંગ્રેસનો ભાવ રૂ. ૬.પ૦ બોલાય રહ્યો છે.

સટ્ટા બજારમાં જે પક્ષ જીતતો હોય તેનો ભાવ ઓછો હોય છે તેથી ભાજપનો ભાવ હાલ ઓછો જોવા મળી રહ્યો છે. ભારતમાં સટ્ટા બજારમાં હાલ ભાજપની રપ૧-રપ૪ સીટ પર સટ્ટો રમાય રહ્યો છે અને સટ્ટોડીયા મોટી રકમનો સટ્ટો લગાડી રહ્યા હોવાનુ કહેવાય છે.

ભાજપની રપ૧ સીટ નથી આવતી અથવા રપ૪ આવે છે તેના પર સટ્ટા બજારમાં સટ્ટો રમાય રહ્યો છે ત્યારે સટ્ટા બજાર કેટલા અંશે સાચુ પડશે ? તેની આગામી ગુરૂવાર સુધી રાહ જોવી જ રહી. સટ્ટા બજારમાં ઘણા સટ્ટોડીયાને લોટરી લાગશે, જયારે ઘણા સટ્ટોડીયા મોટી રકમમાં સુઈ જશે તેમ ચર્ચાય રહ્યુ છે. ચૂંટણી પરિણામમાં ભૂતકાળમાં સટ્ટા બજાર પણ ઘણીવાર ખોટા પડયા હોવાનુ કહેવાય છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!