GSTV

વારાણસીમાં કોઈ કામ ન અટકે તેની જવાબદારી ગુજરાતના આ સાંસદને સોંપાઈ, ઘડાયો છે આ પ્લાન

ઉત્તર પ્રદેશનું રાજકારણ એ જાતિના આધારે લડાય છે. એટલે સપા અને બસપા જેવી પાર્ટીઓનું આજે પણ વર્ચસ્વ છે. ગત ચૂંટણીમાં સપા અને બસપા અલગ ચૂંટણી લડતાં ભાજપે 80માંથી 73 બેઠકો જીતી હતી. આ વર્ષે પણ ભાજપ ચમત્કાર કરવા માગે છે. ગોરધન ઝડફિયાને એટલા માટે જ ઉત્તર પ્રદેશની કમાન સોપાઇ છે. ઝડફિયાને કમાન સોપી મોદી અને અમિત શાહે તમામને ચોકાવી દીધા છે. મોદી માટે સૌથી મોટી સમસ્યા બીએસપી અને સપાનું ગઠબંધન છે. જો આ ગઠબંધન થયું તો ભાજપની બેઠકો ઘટીને 45ની આસપાસ આવી જાય તેવી સંભાવના છે. જેને પગલે મોદી અને અમિત શાહ બંને ચિંતિત બની ગયા છે. જેઓ યુપી પર સૌથી વધારે ધ્યાન રાખી રહ્યાં છે. મોદી પોતાના મત વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારનું કાચું ન કપાય તેનું પુરું ધ્યાન રાખી રહ્યાં છે. હાલમાં વારાણસીમાં થતા તમામ કામો પર ગુજરાતના સાંસદ ધ્યાન રાખીને બેઠા છે. વારાણસીને તેમને બીજું ઘર બનાવી દીધું છે.

તમામ 80 બેઠકો પર નેતાઓ હાજર રહેશે

ઉત્તર પ્રદેશની 80 લોકસભાની બેઠકો કંઈક અંશે નક્કી કરે છે કે, કેન્દ્રમાં કોની સરકાર બનશે. જેના કારણે ભાજપ અને આરએસએસની આગેવાનીમાં સંઘ પરિવાર 2014 જેવો જ ચમત્કાર સર્જવા છેલ્લા ત્રણ મહિનાઓથી એક મહત્વપૂર્ણ યોજના પર તનતોડ મહેનત કરી રહ્યાં છે. યોજનામાં તમામે તમામ 80 બેઠકો પર નેતાઓ અને કેડરની હાજરી અને લોકો વચ્ચે કયા કયા મુદ્દાઓની ચર્ચા છે, તેના માટે ગ્રાઉંડ ઝીરોથી ફિડબેક એકત્ર કરવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.મોદી ભલે ઉત્તર પ્રદેશમાં હજી પણ લોકપ્રિય હોય પરંતુ તેઓ કોઈ જ જોખમ લેવા નથી માંગતા. તેનો અંદાજ તેમના મતદાન વિસ્તાર વારાણસીમાં તૈનાત ભાજપના નેતાઓની સંખ્યા પરથી જ લગાવી શકાય છે. ગુજરાતના નવસારીના સાંસદ સી આર પાટિલ પોતાના મોટા ભાગના વિકએંડ વારાણસીમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની દેખરેખમાં જ પસાર કરી રહ્યાં છે. આ ઉપરાંત ગાઝીપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ મનોજ સિન્હા, ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ચાંદોલીના સાંસદ મહેન્દ્ર નાથ પાંડેય પણ વારાસણીમાં સક્રીય છે.

ઝડફિયા કુર્મી જાતિને પ્રભાવિત કરશે

ગોરધન ઝડફીયા પોતે પણ 2014ની ચૂંટણી દરમિયાન વારાણસીમાં કામકાજ કરી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ અહીં ખેડૂતો અને પછાત જાતિ વચ્ચે પણ કામ કર્યું હતું. ઉત્તર પ્રદેશ માટે નવા ચૂંટણી સહ પ્રભારી દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિત્રા પણ પોત પોતાની યોજનાઓ સાથે અહીં સક્રિય છે. ગૌતમ દલિત મતદાતાઓ માટે તો મિશ્રાનો ઉપયોગ બુંદેલખંડ ક્ષેત્રમાં થશે જ્યાં સુવર્ણો ખાસી મોટી સંખ્યામાં છે. ભાજપ યુપીમાં જાતિ આધારિત સમીકરણો ગોઠવી રહી છે. અપનાદળને હટાવવા માટે ગોરધન ઝડફિયાને પ્રભારી બનાવ્યા છે. ઝડફિયાનું કુર્મી જાતિ પર મોટું પ્રભુત્વ છે. મોદી તમામ સમીકરણોનો હાલમાં ઉપયોગ કરી રહ્યાં છે.

ગોરધન ઝડફિયા પાટીદારોમાં જાણીતો ચહેરો ગણાય છે. ગુજરાતમાં ખેડૂતો અને પાટીદારો સાથે તમનો નાતો નજીકનો રહ્યો છે. સંગઠનાત્મક કુશળતાના કારણે પણ તેમની આગવી ઓળખ છે. તેમની આ કુશળતાના કારણે ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. તેઓ અખિલ ભારતીય સરદાર પટેલ મહાસભાનું નેતૃત્વ કરે છે અને આ સંસ્થા ઉત્તરપ્રદેશમાં કુર્મી અને જાટ જ્ઞાતિઓ સાથે કામ કરે છે.

ઉત્તર પ્રદેશમાં કુર્મી પટેલોના મતો અપના દળ પક્ષને વધુ જાય છે. અપના દળની નેતા અનુપ્રિયા પટેલ આમ તો હાલ એનડીએ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી તેમના તેવર ભાજપ વિરૂદ્ધ થતાં જાય છે. ત્યારે યુપીમાં કુર્મીઓના મતો લેવા ભાજપે ગોરધન ઝડફિયાની શક્તિઓને ઉપયોગમાં લીધી છે. 2014ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી માટે વારાણસીમાં ગોરધનભાઇને જે ચૂંટણીલક્ષી કામગીરી સોંપી તે સુપેરે બજાવી હતી.

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!