GSTV
Home » News » ભાજપે લોકસભા ચૂંટણી માટે 250 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કયા રાજ્યોનો થયો છે સમાવેશ

ભાજપે લોકસભા ચૂંટણી માટે 250 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કયા રાજ્યોનો થયો છે સમાવેશ

ભાજપે લોકસભા ચૂંટણી 250 ઉમેદવારોની યાદી ફાઈનલ કરી છે. તેમાંથી પહેલી યાદીમાં સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશની 18 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી. જેમાં સિક્કીમમાં 12 અને અરૂણાચલ પ્રદેશમાં 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા.

અન્ય ઉમેદવારોની યાદીમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની તમામ 17, મહારાષ્ટ્રની 21 બેઠકોનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢની પાંચ, કર્ણાટક, જમ્મુ કાશ્મીરની તમામ છ બેઠકોના નામ જાહેર થશે. આ સાથે રાજસ્થાન, બંગાળના લગભગ 27, કેરળ, તમિલનાડુ, અસમ, ત્રિપુરા, તેલંગાણા, ઉત્તરાખંડની તમામ બેઠકોના નામ જાહેર થશે.

બુધવારે મોડી રાત સુધી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. જેમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં આ બેઠકો પર ચર્ચા થઈ. બેઠકમાં યોગી આદિત્યનાથ ઉપરાંત યુપીના બંને નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah