GSTV
Home » News » Facebookની કાર્યવાહીથી કોંગ્રેસ કરતાં ભાજપને પડ્યો છે સૌથી મોટો ફટકો, આ છે વાસ્તવિકતા

Facebookની કાર્યવાહીથી કોંગ્રેસ કરતાં ભાજપને પડ્યો છે સૌથી મોટો ફટકો, આ છે વાસ્તવિકતા

bjp leaders

ફેસબુકે પોતાનાં પ્લૅટફૉર્મ પરથી કોંગ્રેસ- ભાજપના શંકાસ્પદ અને ફેક ન્યુઝ ફેલાવતાં પેજ અને એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસનાં 687 પેજ  હટાવી દેવામાં આવ્યા છે જેથી તેના ઓનલાઇન પ્રચારમાં ઘણી જ  નેગેટિવ અસર પડશે. જો કે આ દાવામાં સંપૂર્ણ સત્યતા નથી. કોંગ્રેસે પણ કહ્યું હતું કે તેની સાથે સંકળાયેલ એકપણ પેજ ડીલીટ નથી થયું.  મળતી માહિતી મુજબ કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપ સમર્થિત ઘણાં મોટા પેજ અને એકાઉન્ટ પણ ડીલીટ કરવામાં આવ્યા છે.

પેજ ફેસબુકે પોતાનાં પ્લેટફોર્મથી હટાવી લીધા

હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નમો એપ સાથે જોડાયેલ પેજ ફેસબુકે પોતાનાં પ્લેટફોર્મથી હટાવી લીધા છે. આ પેજ અમદાવાદ સ્થિત આઇટી કંપની સિલ્વર ટચ સાથે જોડાયેલ હતા. આ કંપની નમો એપને મેનેજ કરે છે. સિલ્વર ટચ કંપની ભાજપ સમર્થિત ધ ઇન્ડિયા આઈ પેજ ચલાવે છે જેનું પેજ પણ ફેસબુક દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.  ફેસબુકે ભાજપ સમર્થિત 15 પેજ, ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખીને શોધી કાઢ્યું હતું કે આ સમગ્ર ગતિવિધિ સિલ્વર ટચ દ્વારા થઇ રહી છે.

26 લાખ લોકો ફોલોવર્સ હતા તે પેજ બંધ

સિલ્વર ટચનું જે પેજ બંધ થયું તેને 26 લાખ લોકો ફોલો કરતા હતા. આ ઉપરાંત ડીલીટ થયેલ ગ્રુપમાં 15,000 આઈડી હતા. આ ગ્રુપ અને પેજને પ્રમોટ કરવા માટે સિલ્વર ટચે ફેસબુકને 50 લાખ  રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત ટ્વિટર પર ભાજપ સમર્થિત પેજના એડમિન્સ જણાવી રહ્યા છે કે તેઓનાં લાખો ફોલોવર્સ વાળા ગ્રુપ અને પેજ ફેસબુક દ્વારા ડીલીટ કરવામાં આવ્યા છે.

 આ સમર્થક પેજ દ્વારા ફેસબુકમાં પ્રમોશન પાછળ લખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.  બીજી બાજુ કોંગ્રેસ સમર્થિત 687 પેજ ફેસબુકે હટાવી દીધાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે આ વાત ફગાવી દીધી હતી. મળતી માહિતી મુજબ કોંગ્રેસ સમર્થિત પેજનું ફેન ફોલોઈંગ અને રિચ ભાજપ સમર્થિત પેજ કરતાં ઘણી જ ઓછી હતી પરંતુ પેજની સંખ્યાનો આંકડોવધુ છે. આ ઉપરાંત પ્રમોશન પાછળ પણ ભાજપ જેટલો ખર્ચ કોંગ્રેસે નહોતો કર્યો. આ કારણે કોંગ્રેસને ભાજપની સરખામણીમાં ઓછું નુકશાન થયું છે. 

Related posts

Swiggyની મોટી જાહેરાત, 18 મહિનામાં 3 લાખ લોકોને આપશે રોજગાર, મેળવશે આ મોટું સ્થાન

Mansi Patel

દાંતોમાં ટી-શર્ટ ફસાવી વિરાટે બતાવ્યા સિક્સ પેક એબ્સ, ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi

નિવૃત્તિના રૂપિયા બેન્કમાંથી ઉપાડીને બેઠી હતી મહિલા ત્યાં જ ગઠીયાઓએ પાડ્યો ખેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!