GSTV

આંતરીક ડખ્ખો કે બળાપો? શિસ્તબદ્ધ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયું વાક્ય યુદ્ધ, હુંસાતુસીમાં થશે શું…

Last Updated on September 21, 2021 by pratik shah

ભાજપમાં નીતિન પટેલ એક તરફ અને અન્ય નેતાઓ બીજી તરફ એવો જંગ જામ્યો છે. કેટલાક લોકો હજુય ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પણ હકીકતે કોઈ પાર્ટી શિસ્તબદ્ધ હોતી નથી. ભાજપમાં વારંવાર નાના-મોટા વિખવાદો બહાર આવતા રહે છે. જો પાર્ટી શિસ્તબદ્ધ હોત તો આખુ મંત્રીમંડળ ઘરભેગું કરવું જ ન પડ્યું હોત. અત્યાર સુધી સત્તામાં હતા એ મંત્રીઓ સામે હવે ભાજપના જ કાર્યકરો-નેતાઓ બળાપો કાઢવા લાગ્યા છે. નાયબ મુખ્યમંત્રી પદેથી ઉતરી ગયા પછી હવે અમરેલીના ભાજપી સાંસદ નારણ કાછડીયાના નામે ચાલતા ફેસબૂક એકાઉન્ટ પરથી નીતિન પટેલ સામે અભિમાની હોવાનો થયો છે. તેના કારણે ભાજપનો આંતરકલહ વધુ એક વખત સપાટી પર આવ્યો છે.

કોમેન્ટ Naranbhai Kachhadiya નામના એકાઉન્ટમાંથી થઈ

નારણ કાછડિયાના નામે ફેસબૂક પર એકથી વધારે એકાઉન્ટ જોવા મળે છે. એક એકાઉન્ટ M.P. Naranbhai kachhadiya નામે છે. જ્યારે આ કોમેન્ટ Naranbhai Kachhadiya નામના એકાઉન્ટમાંથી થઈ છે. બન્નેમાં પ્રોફાઈલ ફોટો તો અમરેલીના સાંસદ નારણભાઈનો જ છે. એટલે એમનું જ એકાઉન્ટ છે કે કોઈ એમના નામે ચલાવે છે એ તપાસનો વિષય છે.

થોડાક દિવસ પહેલા નીતિન પટેલે ધારદાર શબ્દોનો ઉપયોગ કરીને બોલ્યા હતા કે રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા જરૂરથી હોય છે. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારની વિદાય પછી નવી સરકાર અને નવા મંત્રીમડંળ સાથે રાજ્યનો કાર્યભાર શરૂ થયો છે પરંતુ હાલમાં પક્ષમાં ઘણા નેતાઓ હજુ પણ નારાજ ચાલી રહ્યા છે.

સાંસદ નારાણ કાછડીયાનો તીખો કટાક્ષ

પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના નિવેદનને સાંસદ નારાણ કાછડીયાએ વળતો એવો જવાબ આપ્યો છે કે તેનાથી પક્ષ સહિત ભાજપમાં પણ ચોંકી ઉઠ્યા છે. સાંસદે સ્પષ્ટ ઉલ્લેખ કરતા લખ્યું છે કે નીતિન પટેલ પાટનગરમાં કોઈ પણ કાર્ય કરતા નહોંતા તેમને “નકામા” ગણાવીને રાજકીય ભૂંકપ લાવી દીધો છે. તેમણે પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ગાંધીનગર આવીએ તો તેઓ સામે પણ નહોંતા જોતા… કામની વાતો શું કરવી.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!