GSTV

ભાજપમાં આંતરિક ભૂંકપના આંચકા! શું નીતિન પટેલ અને કૌશિક પટેલની ગુજરાતના પ્રધાનમંડળમાંથી વિદાય થશે?

Last Updated on September 15, 2021 by pratik shah

ગુજરાત ભાજપમાં આંતરીક ડખ્ખો વધ્યો છે. આપના વધી રહેલા વર્ચવસ્થી ફફડી ઊઠેલા કોંગ્રેસને તોડવાના પ્રયાસમાં ભાજપ સામે નવો હરીફ ઊભો ન થઈ જાય તે માટે પાટીદારો સાથે સમાધાન કરી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે નવા મુખ્યમંત્રી તરીકે કડવા પાટીદાર ભૂપેન્દ્ર પટેલને બેસાડી દીધા પછી કહ્યાગરા કંથ જેવા નેતાઓને જ પ્રધાનમંડળમાં સ્થાન લેવાનું આયોજન કર્યું હોવાનું ભાજપના આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

કૌશિક પટેલની નાદુરસ્ત તબિયત તેમના પ્રધાન તરીકેના હોદ્દાને ભરખી જાય તેમ લાગે છે. જ્યારે નીતિન પટેલની રાજકીય તાકાતને તોડી નાખવા માટે તેમને ગુજરાતમાંથી બહાર બીજા રાજ્યમાં રાજ્યપાલ તરીકે ગોઠવી દેવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. બીજું, ભૂપેન્દ્ર પટેલ કડવા પટેલ સમાજમાંથી આવતા નીતિનભાઈ અને કૌશિકભાઈને મંત્રી બનવાની શકયતાઓ પર પૂર્ણ વિરામ મૂકાઈ જવાની સંભાવના હોવાનો નિર્દેશ ભાજપના દિલ્‍હીના હાઈકમાન્‍ડની નજીકના સૂત્રો આપી રહ્યા છે.’

આનંદીબેન મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારે વજુભાઈ વાળાને રાજ્યપાલ બનાવેલ હતા તેવી રીતે કોઈ ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે નીતિનભાઈને રાજ્યપાલ બનાવીને ગુજરાત બહાર ધકેલવાનું અંદરખાને નક્કી થયેલ છે. બીજું, કડવા પટેલ સમાજમાંથી આવતા મુખ્‍યમંત્રી સાથે અન્‍ય એક કરતાં વધુ મંત્રીઓને તે સમાજમાંથી જ બનાવવામાં આવે તો સ્‍વાભાવિક રીતે અન્‍ય સમાજોમાં રોષ વધી જવાની શક્યતા છે.

ભુપેન્‍દ્ર પટેલ સરળ, શાંત અને મૃદુભાષી સ્‍વભાવના છે. બીજી તરફ નીતિન પટેલ ઉગ્ર અને આખાબોલા છે. વિજય રૂપાણી સાથેનો તેમનો સંઘર્ષ જગજાહેર છે. તેથી હાઈકમાન્ડ ગત પાંચ વર્ષની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા માગે છે. વિજય રૂપાણીના કાર્યકાળમાં નીતિન પટેલ સાથેના સંઘર્ષને કારણે પક્ષ ને સરકારને મોટું નુકસાન થવાની સંભાવના છે. તેથી નીતિન પટેલને સરકારથી દૂર રાખવાનો તેમણ નિશ્ચય કરી લનું ભાજપના હાઈકમાન્‍ડમાંથી જાણવા મળેલ છે.

નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્‍યા ત્‍યારે નીતિનભાઈ પટેલે મુખ્‍યમંત્રી બનવા ખૂબ ધમપછાડા કર્યા હતા પરંતુ સપનું સાકાર થયેલ નહીં. ત્‍યારબાદ આનંદીબેન પટેલની સરકાર વખતે શરૂ થયેલ પાટીદાર આંદોલન(એસપીજી)ના પહેલા આગેવાન લાલજી પટેલ સહિતના નેતાઓ નીતિનભાઈ પટેલની રહેમ નજર હેઠળ જ મોટા થયા અને તેઓના સંપર્કમાં સતત હતા. આનંદીબેને રાજીનામું આપ્‍યા બાદ પણ નીતિનભાઈ સીએમ ન બની શકયા, ત્‍યારબાદ લાલજી પટેલ એન્‍ડ કંપની દ્વારા એકપણ આંદોલન કે સભા યોજવામાં આવી નથી, તે જ નીતિનભાઈ સાથેનો ઘરોબો બતાવે છે.

વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી છ ડિસેમ્બરે મુખ્‍યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા બાદ પહેલી કેબિનેટ બેઠક ૨૮મી ડિસેમ્બર ૨૦૧૭ના સાંજના ૫.૩૦ કલાકે બોલાવવામાં આવી હતી. આ તબક્કે નીતિન પટેલ ખાતાઓની ફાળવણીને મુદ્દે નારાજ થયા હતા. બીજીતરફ દિલ્‍હીથી અમિત શાહ અને મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને કૈલાસનાથન, તત્‍કાલીન પ્રમુખ જિતુ વાઘાણી સહિતના નેતાઓએ પહોંચીને નીતિન પટેલને મનાવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. તેઓ તે કેબિનેટની બેઠકમાં હાજર રહ્યા નહોતા. છેવટે પ્રધાનમંત્રીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને તેમની વાત માનીને રાતે ૯ કલાકે નીતિન પટેલ આવ્‍યા તે પછી જ કેબિનેટ બેઠક મળી શકી હતી. નીતિન પટેલની જિદને પરિણામે જ ૨૮-૧૨-૨૦૧૭ના થયેલ ખાતાની ફાળવણીમાં ફેરફાર કરતું નોટીફીકેશન સામાન્‍ય વહીવટ વિભાગે ૩૧-૧૨-૨૦૧૭ના પ્રસિધ્‍ધ કરવું પડ્યું હતું. સૌરભ પટેલના હાથમાંથી નાણાં ખાતું લઈને નીતિન પટેલને આપવું પડ્યું હતું. ત્યારબાદ જ નીતિન પટેલ ઓફિસમાં આવતા થયા હતા.

કડવા પાટીદાર કૌશિક પટેલના કાર્યકાળમાં મહેસુલ ખાતામાં ગામ તલાટીથી લઈને સચિવાલય સુધી ભ્રષ્‍ટાચાર અને વહીવટ પર બિલકુલ અંકુશ નહીં હોવાની છાપ ઉપસી હતી. તેમને સપ્તાહમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડી રહ્યુ છે. બીમારીના કારણે કાર્યાલયમાં પણ નિયમિત હાજરી આપી શકાતી નથી. તેમ જ તૌકતે વાવાઝોડામાં સહાય ચૂકવવામાં ખૂબ વિલંબ થયો હતો. જમીન માપણીમાં થયેલ ગેરરીતિઓના પ્રશ્‍નો વર્ષો પછી પણ ઉકેલી શકાયા નથી, બુલેટ ટ્રેન પ્રોજેકટ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ હોવા છતાં તેમાં જમીન સંપાદનની કામગીરી સો ટકા પૂર્ણ થઈ નથી.

READ ALSO

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!